ગત વર્ષની ટી-૨૦ ફાઇનલમાં શેરપુરા ઈલેવનનો ભવ્ય વિજય
ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે રવિવારના રોજ ગત વર્ષની ટી-૨૦ વિલેજ ટુર્નામેન્ટની ફાઇનલ ભરૂચના અલ્ટી મોબાઈલની સ્પોન્સરશિપમાં શેરપુરા ઇલેવન અને વલણ ઇલેવન વચ્ચે બારીવાલા સ્પોર્ટ્સ ક્લબના મેદાન પર યોજાઈ હતી. જેમાં શેરપુરા ઈલેવનનો ભવ્ય વિજય નીવડ્યો હતો.
ગત રવિવારે ટંકારિયામાં બારીવાલા સ્પોર્ટ્સ ક્લબના મેદાન પર ગત વર્ષની ટી-૨૦ વિલેજ ટુર્નામેન્ટની ફાઇનલ શેરપુરા ઇલેવન અને વલણ ઇલેવન વચ્ચે રમાઈ હતી. જેમાં શેરપુરાની ટીમે નિર્ધારિત ૨૦ ઓવરમાં ૧૧૮ રન ફટકાર્યા હતા. જેના જવાબમાં વલણની ટિમ ૯૫ રન બનાવી ઓલઆઉટ થઇ જતા શેરપુરાની ટીમનો રસાકસી બાદ ભવ્ય વિજય થયો હતો. આ ટુર્નામેન્ટમાં મેન ઓફ ઘી સિરીઝ વલણના નાસિર બંગલાવાલા તથા બેસ્ટ બોલર તરીકે શેરપુરાના સુહેલ વટાનીયાને જાહેર કર્યો હતો. આ ફાઇનલ મેચમાં મેન ઓફ ઘી મેચ તરીકે શેરપુરાના સ્પિનર મોહસીન જાહેર થયા હતા.
આ મેચના અંતમાં ઇનામ વિતરણ સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે તાલુકા સદસ્ય અબ્દુલ્લાહ ટેલર તદુપરાંત ઇંગ્લેન્ડથી પધારેલા સાજીદભાઈ કોન્ટ્રાક્ટર, વોરા સમની ગામના સરપંચ ઝાકીર, ટંકારીઆ ના માજી સરપંચ ઝાકીર ઉમતા, સામાજિક કાર્યકર ઉસ્માન લાલન, સઇદ બાપુજી, માજી ક્રિકેટર મુસ્તાક સાપા, યાસીન શંભુ તેમજ વિદેશથી પધારેલા ઇકબાલભાઇ અકુબત, ફારૂક ડેલાવાલા, અબ્દુલરઝાક ઘોડીવાલા, સોયેબ ગોદરમુન્શી તેમજ ગામ પરગામથી ક્રિકેટ રસિકો મેચ નિહાળવા પધાર્યા હતા. આ ક્લબના સંચાલકો આરીફ બાપુજી, હારુન ઘોડીવાલા, યુસુફ ઘોડીવાલાએ સુવ્યવસ્થિત સંચાલન કરી ટુર્નામેન્ટ ને સફળ બનાવી હતી. આ મેચમાં હિન્દી કોમેન્ટટર તરીકે ઐયુબભાઈ સાંપાવાળાએ સેવા આપી હતી.
આ સમગ્ર સમારંભનું સંચાલન ટંકારીઆ વતની અને જાણીતા સામાજિક કાર્યકર અબ્દુલ્લાહ કામઠીએ કર્યું હતું.