A very proud achievement for Tankaria
ગૌરવવંતા ટંકારીઆ ગામના ગૌરવશાળી ઇતિહાસમાં ફરીથી નામ રોશન કરનાર ફરહીન સલીમ માસ્તર ગુજીયા એ વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી M.Sc. (ઓર્ગેનિક કેમેસ્ટ્રી) માં એક નહીં,બે નહીં પણ ત્રણ ગોલ્ડ મેડલ મેળવી આપણાં ટંકારીઆ ગામનું, અને સમગ્ર ભરૂચી વહોરા પટેલોનું ગૌરવ વધાર્યું છે. આ ત્રણ ગોલ્ડ મેડલમાં સૌ પ્રથમ ડો. એમ.આર.પટેલ ગોલ્ડ પ્લેટેડ મેડલ ઉપરાંત ડો. એમ.ડી. અવસરે ગોલ્ડ પ્લેટેડ મેડલ તથા સ્વ. શ્રી મહેન્દ્રભાઈ ગોરધનભાઈ પટેલ ગોલ્ડ પ્લેટેડ મેડલ મેળવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બે વર્ષ અગાઉ પણ આ દીકરી B.Sc. માં ગોલ્ડ મેડલ મેળવી ચૂકેલ છે
આપણાં દેશના માનનીય ગૃહમંત્રી શ્રી અમિત શાહના હસ્તે તેઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.
Farheen Salim Master Gujia, who re-enlightened her name in the glorious history of Tankaria village, obtained her M.Sc (Organic Chemistry) degree from Sardar Patel University, Vallabh Vidyanagar. By winning not one, not two but three gold medals has made our village Tankaria, and the entire Bharuchi Vahora Patel community to be proud. It is worth mentioning here that two years ago this daughter in B.Sc. degree has won gold medal.
She was awarded a gold medal by the Hon’ble Home Minister of our country Mr. Amit Shah.