કડાકાભેર ઠંડી અને વિદેશથી પધારેલા આપણા એન.આર.આઈ. મિત્રો સાથે ગતરોજ   સમી સાંજે થોડી હળવી પળો માણવા માટેનું આયોજન આપણા માજી સરપંચ ઝાકીરભાઈ ઉમતા દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં www.mytankaria.com ના એડમિનિસ્ટ્રેટર શકીલ અબ્દુલ્લાહ ભા ઉપરાંત મોહમ્મદસાહિદ દાઉદસાહેબ દેંગમાસ્ટર, અનીશ અલલીસાહેબ દેંગમાસ્ટર, ઉપરાંત બહારગામના વિદેશથી પધારેલા મહેમાનો ઉપરાંત અબ્દુલ્લાહ સાહેબ ભા, ગુલામસાહેબ ઉમરજી ઇપલી, મુસ્તાક દૌલા, સાજીદ લાર્યા, સમદ એન્ડ ફારૂક ખાંધિયા, ડો. સાકીર અબ્દુલ્લાહ ભા, ડો. સોયેબ દાઉદસાહેબ દેંગમાસ્ટર વિગેરે હાજર રહી હળવી પળોની મજા માણી હતી.

 

  • આપણા ગામના મસ્જિદ એ મુસ્તુફાઈય્યાહ (પાદરવાળી મસ્જિદ) ના મોઅઝઝીન હાફેઝ હબીબ ઇસ્માઇલ ડાહ્યા કે જેઓને knee joints ઘૂંટણના સાંધા બદલવાના ઓપરેશનના ખર્ચ માટે જરૂરી રકમ દાનવીરો તરફથી મળી ગયેલ છે. હવે વધુ રકમની જરૂર નથી. અલ્લાહ તઆલા બધાની કોશીશોને કબૂલ ફરમાવે અને બન્ને જહાનમાં બેહતરીન બદલો અતા કરે. આમીન.

ગ્રેટ ટંકારીઆની કુમારશાળાના શિક્ષકગણનો સને ૧૯૮૭ ની સાલનો સામુહિક યાદગાર ફોટો આપણી સમક્ષ મુકતા હર્ષ અનુભવીએ છીએ. અમને મળેલી માહિતી અનુસાર તેમની ઓળખાણ કરાવવાની કોશિશ કરીએ છીએ.
નીચે બેઠેલા ડાબી બાજુથી જેબુનબેન બાપુજી સાથે મદીનાબેન બંગલાવાલા સાથે ઝુબેદાબેન ફરત.
વચ્ચે ખુરસીઓ પર બેઠેલામાં ડાબેથી સૂબાસાહેબ દેવરામ, અલ્લી સાહેબ દેગ, ખોડા ઇસ્માઇલ સાહેબ, કબીર સાહેબ, ઇસ્માઇલ સાહેબ સાપા અને ઇબ્રાહિમ સાહેબ લાર્યા.
ઊભેલાઓમાં ડાબેથી જેબુન દેગ [અનીશ દેગના માતા], ઝુબેદાબહેન કડા, ઝુબેદાબેન સાપા, મહેમુદાબેન દેગ, આયેશાબેન મનમન, રાબીયાબેન ભા, ઝુબેદાબેન બાબરીયા અને આયેશાબેન ડાહ્યા.
આમાંથી જેઓનો ઈનતેકાલ થઇ ગયો છે તેમની અલ્લાહ પાક મગફિરત ફરમાવે. અને જેઓ હયાત છે તેમની ઉંમરમાં અલ્લાહ પાક બરકત અતા કરી તેમને તંદુરસ્તી અર્પે. આમીન….

આપણા ગામના પાદરવાળી મસ્જિદ મસ્જિદ એ મુસ્તુફાઈય્યાહના મોઅઝઝીન હાફેઝ હબીબ ઇસ્માઇલ ડાહ્યા કે જેઓને પગની ઘૂંટીઓ [જોઈન્ટ] એકદમ ખલાસ થઇ ગયા છે. અને તેમને તાત્કાલિક ધોરણે ઘૂંટી બદલવાની પ્રક્રિયા કરવા માટે એટલે કે ઓપરેશન કરવા માટેની ડોક્ટરોએ સલાહ આપેલી છે. મોઅઝઝીન સાહબ આર્થિક રીતે અતિશય નબળી પરિસ્થિતિમાં હોય તેમને એક ઘૂંટી બદલવાનો ખર્ચ આશરે ૧,૭૦,૦૦૦/- [એક લાખ સીત્તેર હજાર રૂપિયાની] જરૂરત છે. આમાં એક ઘૂંટી નું ઓપરેશન તથા દવા અને બીજો તમામ ખર્ચ આવી જશે. તો અમો આ થકી આપને મદદ મોકલવા અપીલ કરીએ છીએ. આ મદદની કોઈ પણ પ્રકારની રકમ સ્વીકાર્ય છે. આપની મદદ મોકલવા માટે આપ નીચે જણાવેલ વ્યક્તિઓનો સંપર્ક કરી મદદ મોકલાવી શકો છો.
૧. યુનુસ ગણપતિ : ૯૮૨૪૧૮૩૯૧૪.
૨. મુસ્તાક સુલેમાન દૌલા : ૯૯૯૮૨૬૯૫૩૯.

હો મેરા કામ ગરીબોકી હિમાયત કરના દર્દમંદોસે ઝઈફોં સે મહોબ્બત કરના….

Hafeez Habib Ismail Dahya, Moazzin of our village padarwali mosque, who has completely exhausted ankle [joint]. And they have been advised by the doctors to undergo immediate ankle replacement procedure i.e. surgery.  Moazzin Sahab is in a very poor financial situation and needs about 1,70,000/- [One Lakh Seventy Thousand Rupees] to replace one ankle. In that amount an ankle operation and medicine and all other expenses will come. So we hereby appeal to you to send help. Any amount of this help is acceptable. To send your help you can contact the below mentioned persons and send help.

  1. Yunus Ganapathy : 9824183914.

  2. Mustaq Sulaiman Daula : 9998269539.