Month: March 2024
Ramzan Mubarak
અસ્સલામુ અલયકુમ…. પોતાના દામનમાં બેસુમાર બરકતો અને અઝમતો લઈને આવેલા મુબારક માહે રમઝાનના તમામ દિવસો અને રાતોમાં અલ્લાહ કરીમની ખુશનુદી હાંસલ કરવાની તૌફીક નશીબ થાય અને તંદુરસ્તી,ચૈન, શુકુન સાથે નમાઝ,રોઝા,તિલાવતે કુરઆન,તૌબા-ઈસ્તીગફાર,દુરૂદ શરીફ, નવાફીલ, ઝીક્રો-અસકાર અને બીજા નેક આ’માલ કરવાની સ’આદતો નશીબ થાય અને એ તમામને બારગાહે ઇલાહીમાં મકબુલીયતનો દરજ્જો મળે એવી દુઆઓ સાથે….”રમઝાન મુબારક”….
Death news from South Africa
HAJI YAKUBMASTER KABIR passes away at South Africa, Inna Lillahe Wainna Ilayhe Rajeun. May ALLAH [SWT.] grant superior place in Jannatul firdaush. Ameen.
ટંકારીયાના ડોક્ટરોમાં એક ઓર ડોક્ટરને પદવીદાન અપાયું
વાહ ટંકારીઆ વાહ………. વીતેલા સમયે ટંકારીઆ ગામ શિક્ષકોનું ગામ ગણાતું હતું. જિલ્લા અને જિલ્લા બહાર જ્યાં જુઓ ત્યાં ટંકારીઆના જ શિક્ષકો મળી આવતા હતા. અને અત્યારના સમયમાં ટંકારીઆ ગામે ડોક્ટરનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. એવામાં ટંકારીઆ ગામની બેટી નામે ફરહીન ઇશાકમાસ્ટર ગોરધન કે જેને હાલમાંજ સ્મીમર (સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજયુકેશન એન્ડ રિસર્ચ )કોલેજ માંથી એમ.બી.બી.એસ. ની પદવી મેળવી સમગ્ર ગામ તથા સમાજ નું ગૌરવ વધાર્યું છે. તેમને તથા તેમના પરિવારને ખુબ ખુબ અભિનંદન…… તેમનો પદવીદાન નો કાર્યક્રમ તા. ૧૦/૦૩/૨૦૨૪ ના રોજ રાખવામાં આવ્યો હતો અને તેમને પદવી એનાયત કરવામાં આવી હતી. ગર્વથી બોલાય છે કે, ધન્ય છે ટંકારીઆની માટી ને……
અમો શકીલ અબ્દુલ્લાહ ભા, મુસ્તાક દૌલા, નાસીરહુસૈન લોટીયા, માજી સરપંચ ઝાકીરહુસૈન ઉમટા તથા ગ્રામજનો બેટી ફરહીનને આ માધ્યમ થકી ખુબ ખુબ મુબારકબાદી અર્પીએ છીએ.
Bravo Tankaria Bravo……… Tankaria village used to be the village of teachers in the past. Teachers from Tankaria were found everywhere in the district and outside the district. And now a days there is a trend of doctors in Tankaria village. Among them is a daughter named Farhin Ishaqmaster Gordhan of Tankaria village who has recently completed MBBS from SMEER (Surat Municipal Institute of Education and Research) College. The pride of the entire village and society has increased by getting the Doctor title of Congratulations to her and her family… her graduation program Held on Dt. 10/03/2024 and awarded the Doctorate title. It is proudly to said that, blessed is the soil of Tankaria……
ભરૂચ સીટી ટી-૨૦ એકતાકપ ની ફાઇનલ યોજાઈ
ટંકારીઆ ખાતે બારીવાલા ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર આજરોજ ભરૂચ સીટી ટી-૨૦ એકતાકપ ની ફાઇનલ રાજા વોરિયર્સ અને ખુશાલ બ્રધર્સ વચ્ચે રમાઈ હતી જેમાં ખુશાલ બ્રધર્સ ની જવલંત જીત થઇ હતી.