Month: March 2024
Death news from London
HAJI DILAWAR AHMED DASHU passed away at London. Inna Lillahe Wainna Ilayhe Rajeun. May ALLAH [SWT] grant the best place in Jannatul firdaush, Ameen.
ઉર્સની ઉજવણી કરાઈ
ટંકારીઆ ગામની સીતપોણ તરફની સીમમાં આરામ ફરમાવી રહેલા તાજુદ્દીન બાબા ઉર્ફે પીર પોપટ (રહમતુલ્લાહ અલૈહ) નો વાર્ષિક ઉર્સ ગતરોજ સંપન્ન થયો હતો. સુથાર સ્ટ્રીટના તથા ગામના નવયુવાનોએ ભારે ઉત્સાહપૂર્વક આમાં રસ દાખવી ન્યાઝનું આયોજન કરવામાં આવ્યું હતું. અકીદતમંદોએ ભારે ઉત્સાહથી ભાગ લઇ ફૈઝીયાબ થયા હતા.
બારીવાલા સ્પોર્ટ્સ ક્લબ પર આજે ફાઇનલ સંપન્ન થઇ
ગ્રીન લોન આચ્છાદિત ટર્ફ વિકેટ ધરાવતા બારીવાલા સ્પોર્ટ્સ ક્લબના મેદાન પર આજે ઇગલ જંબુસર અને આમોદ સ્ટાર વચ્ચે ફાઇનલ ક્રિકેટ મેચ રમાઈ હતી જેમાં ઇગલ જંબુસરનો ભવ્ય વિજય થયો હતો.