અલ્લાહ ના ફઝલો કરમથી ચાલુ વર્ષે ઘણી મોટી સંખ્યામાં ટંકારવીઓ હજ માટે ગયા હતા. એવા એક મિત્ર હાજી આરીફ બાપુજી પણ ચાલુ વર્ષે હજ ના અરકાનોની અદાયગી કરીને માદરે વતન પરત આવી ગયા છે. અને તેમને ખુશીમાં મહેમાનીની દાવત તેમના સગા સબંધીઓ તથા મિત્રોને આપી હતી. આ માધ્યમ થકી આપણે એમને હજની મુબારકબાદી અર્પીએ છીએ.

ઇંગ્લેન્ડ સ્થિત લેસ્ટર શહેરમાં ટંકારવી ભાઈઓએ ઈદ મિલન સમારંભ યોજ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ટંકારવી ભાઈ-બહેનોએ હાજરી આપી હતી. એકબીજાંઓએ વિચાર વમર્શ કરી ઈદની શુભકામનાઓ પાઠવી હતી.

The Tankarvi brothers held an Eid Milan ceremony in the city of Leicester, England. A large number of Tankarvi brothers and sisters attended. They exchanged thoughts and wished each other Eid Mubarak.

Photo Courtesy : Salim Musa Varu from Leicester. 

મર્હુમ ઉસ્માનભાઈ ઇબ્રાહીમ સુલેમાન હીરા (મર્હુમ ઇસ્માઇલ સાહેબ હીરા, દીલાવરભાઈ હીરા, મુસ્તાકભાઈ હીરાના ભાઈ ) ચીકાગો, અમેરીકા ખાતે અલ્લાહની રેહમતમાં પહોંચી ગયા છે. ઇન્ના લિલ્લાહી વઈન્ના ઇલયહી રાજીઉન. અલ્લાહ તઆલા મર્હુમની બાલ બાલ મગફીરત ફરમાવે, જન્નતુલ ફિરદૌસમાં આલા મકામ અતા ફરમાવે, કુટુંબીજનોને શબ્રે જમીલ અતા ફરમાવે.

Usaman Gani Hira, brother of Mustak Hira has passed away in Chicago US. Today June 21st 2024

May Allah grant the family patience and perseverance, and the deceased the highest abode in Jannatul Firdaus.