તારીખ ૧૭/૬/૨૦૨૪ ને સોમવારના રોજ ઈદ ઉલ અડહાની નમાજ નો સમય જામા મસ્જિદ અને મસ્જીદે મુસ્તુફાઇયયાહમાં સવારે ૭:૧૫ વાગ્યે રાખવામાં આવ્યો છે. તથા મરકઝ મસ્જિદ ટંકારીઆની ઈદ નો સમય સવારે ૭ વાગ્યે રાખવામાં આવ્યો છે, નમાજ મદ્રસ્સા કમ્પાઉન્ડમાં થશે અને જો વરસાદ પડશે તો મરકઝ મસ્જિદમાં થશે.

ટંકારીઆ સહીત ભરૂચ જિલ્લા અને સમગ્ર રાજ્યમાં આજથી વર્ષ ૨૦૨૪-૨૫ ના શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થઇ ગયો છે. શાળાઓના પ્રાંગણ વિદ્યાર્થીઓના કીલકીલાટથી ગુંજી ઉઠ્યો હતો. ૩૫ દિવસના સમર વેકેશન પછી શાળાઓ ફરીથી કાર્યરત થઇ ગઈ છે. સરકારી શાળાઓ ઉપરાંત પ્રાઇવેટ શાળાઓ પણ આજથી શરુ થઇ ગઈ છે.

ગતરોજ તારીખ ૦૭/૦૬/૨૦૨૪ ને શુક્રવારના રોજ ભરૂચ તથા સમગ્ર જિલ્લામાં માંહે જીલહિજ્જહ નો ચાંદ જોવાની કોશિશ કરી હતી પરંતુ વાદળોમાં લાલાશ હોવાને લઈને ચાંદ કોઈ પણ જગ્યાએ નજર આવ્યાના સમાચાર પ્રાપ્ત થયા નહોતા. પરંતુ ગુજરાત ચાંદ કમિટીના મેમ્બરોને શરઈ ચાંદની ગવાહી મળી ગઈ હોવાથી જીલહિજ્જહનો પ્રથમ ચાંદ ૦૮/૦૬/૨૦૨૪ ના રોજથી ગણવામાં આવશે. અને ઈદ ઉલ અડ્ડહા [બકરી ઈદ] તારીખ ૧૭/૦૬/૨૦૨૪ ને સોમવારના રોજ મનાવવામાં આવશે. ઇન્શાઅલ્લાહ…..

HAJIYANI AMINABEN ALLI GANGAL [MOTHER OF NADEEM & SAJID GANGAL] passed away………. Inna Lillahe Wainna Ilayhe Rajeun. Namaj e janaja will held at Bhadbhag graveyard after Isha prayer. May ALLAH [SWT] bless Aminamasi with the highest place in Jannatul Firdaush. Ameen.