અસહ્ય ગરમી, બફારો, ભેજયુક્ત વાતાવરણ ને લઈને ત્રસ્ત થઇ ગયેલા લોકોએ ચાતક નજરે વરસાદ તરફ મીટ માંડી હતી. સતત ત્રણ દિવસથી ગોરંભાયેલા વાદળો આખરે આજે વરસી પડતા લોકોએ ગરમીથી હાશકારો અનુભવ્યો હતો. આશરે સાંજે ૪ વાગ્યાના સુમારે લગભગ એક કલાક વરસાદ પડ્યો હતો. તો આ વરસતા વરસાદમાં બાળકોને નહાવાની તો જાણે મજા પડી ગઈ…. એ બુશકોટ કાઢી વરસતા વરસાદમાં પલળવા મુખ્ય રસ્તા પર દોડાદોડી કરી રહ્યા હતા.
The people who were affected by the unbearable heat, terrible hot weather, and humid environment, people’s eye turned towards the rain with Rahmat. After three consecutive days cloudy weather, the people finally felt relief from the heat. It rained for about an hour around 4 pm. So it was fun to bathe the children in this pouring rain…. They took off their bushcoats and were running on the main road to get soaked in the pouring rain.
IQBAL ADAM DHORIWALA [KNOWN AS IKKU] reside at Bolton – U.K. [BROTHER OF MASTAN DHORIWALA, BOLTON-U.K.] passed away by heart attack in Tankaria [India] Inna Lillahe Wainna Ilayhe Rajeun. Namaj E Janaja will held at Hashamshah [RA] graveyard at 10am today. May ALLAH [SWT] grant the best place in Jannatul Firdaush. Ameen.
દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ જામા મસ્જિદમાં તથા મસ્જીદે મુસ્તુફાઈય્યા [પાદર વાળી મસ્જિદમાં] માં મહોર્રમ માસના પ્રથમ દિવસ એટલેકે તા.૭/૭/૨૪ ને રવિવારથી ઈશાની નમાજ બાદ થી લઈને તા.૧૬.૭.૨૪ ને મંગળવારની રાત્રી સુધી આ બંને મસ્જિદોમાં કરબલાના શહીદોની યાદમાં ઈમાન અફરોઝ તકરીરનું આયોજન કરવામાં આવ્યું છે. તો તમામ બિરાદરો આ ૧૦ દિવસના વાયઝના કાર્યક્રમમાં હાજરી આપી સવાબે દારૈન હાસિલ કરશો.
આજે તા.૬/૭/૨૪ ના રોજ દારુલ ઉલુમ કોમ્યુનિટી હોલમાં દિલ્હી પબ્લિક સ્કૂલ ભરૂચ તથા મદ્રસા એ મુસ્તુફાઈય્યા ટંકારીઆના સહયોગથી ટંકારીઆ તથા આજુબાજુના ગામના વિદ્યાર્થીઓ માટે નર્સરીથી લઈને ધોરણ ૯ તથા ધોરણ ૧૧ ના વિદ્યાર્થીઓ માટે એક પ્રતિભાશાળી પરીક્ષા યોજાઈ હતી. જેમાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને વિશેષ શિષ્યવૃત્તિ તેમજ ફી માફી યોજનામાં સમાવેશ કરવામાં આવશે તેમ દિલ્હી પબ્લિક સ્કૂલના કર્તાહર્તાઓએ જણાવ્યું હતું. જેમાં આશરે ૨૬૫ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. દિલ્હી પબ્લિક સ્કૂલ તરફથી પરીક્ષામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પાણીની બોટલ, કૂલ ડ્રિન્ક તથા હળવો નાસ્તો આપવામાં આવ્યો હતો.
મૂળ ટંકારીઆના અને અહમદાબાદ સ્થાયી થયેલા કડુજી [રૂપિયાવાળા] ફેમિલીના અને ઇંગ્લેન્ડ ખાતે ડ્યૂસબરીમાં સ્થાયી થયેલા ઇકબાલ મહમ્મદ કડુજી [રૂપિયાવાળા] [મર્હુમ અહમદભાઈ ખોડાના જમાઈ, અય્યુબ કડુંજીના મામાના છોકરા અને બસીર હલાલતના સાળા] હાલમાં યોજાયેલી એમ.પી. ના ઇલેક્શનમાં જંગી બહુમતીથી ચૂંટાઈ આવ્યા છે અને બ્રિટિશ પાર્લામેન્ટમાં પોતાનું સ્થાન ગ્રહણ કર્યું છે. આ થકી આપણે ઈક્બાલભાઈને મુબારકબાદી પાઠવીએ છીએ. અત્રે ઉલ્લેખનીય છે કે, બ્રિટનના ઇતિહાસમાં સૌપ્રથમ ચૂંટાયેલા વહોરા પટેલ એમ.પી. બન્યા છે અને તે પણ અપક્ષ ઉમેદવાર તરીકે. જે વહોરા સમાજ માટે અત્યંત ગૌરવની વાત છે.
Iqbal Muhammad Kaduji [Rupiyawala] [son-in-law of late Ahmadbhai Khoda, maternal uncle son of Ayubmaster Kaduji and brother-in-law of Basir Halalat] originally from Tankaria [Kaduji – Rupiyawala family] and settled in Ahmedabad and now settled in Dewsbury, has been elected as a M.P. in the British Parliament with the margin of appx. 6000 votes in the election.
It is worth mentioning here that the first elected MP of Vahora Patel community in the history of Britain. and that too as an independent candidate. Which is a matter of great pride for the Vahora Patel community. On behalf of whole Tankaria Villagers, whole Tankarvies of U.K. and Tankarvies of all around the world “congratulate Iqbalbhai”.