ગઈકાલ વહેલી સવારથી ટંકારીઆ સહીત પંથકમાં એકદમ ધીમીધારે રહેમનો વરસાદ વરસી રહ્યો છે જે આજે પણ ચાલુ જ છે. આ વરસાદને પગલે કિસાનબંધુઓ ખુશખુશાલ થઇ જવા પામ્યા છે. અને ખેતીના કામમાં જોતરાઈ ગયા છે. સાથે સાથે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ હોય લોકોએ ગરમીથી રાહત મેળવી છે. ચોમાસાનો માહોલ બરાબર જામ્યો છે. મળતી માહિતી અનુસાર ભરૂચ તથા અંકલેશ્વર શહેરમાં ધોધમાર વરસાદ સાથે મેઘતાંડવ સર્જાયું છે પરંતુ અલહમદુલીલ્લાહ ટંકારીઆ તથા પંથકમાં એકદમ રહેમનો વરસાદ વરસી રહ્યો છે.
It has been raining very slowly in Tankaria and surrounding villages since yesterday early morning, which is still continuing today. Farmers have become happy after this rain. And are engaged in agricultural work. At the same time, the atmosphere has cooled down and people have got relief from the heat. According to the information received, thunderstorms have occurred in the city of Bharuch and Ankleshwar, but Alhamdulillah Tankaria and surrounding villages are receiving moderate rain.