ટંકારીઆ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ
ટંકારીઆ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા પાંચ દિવસથી ધીમીધારે જાણે ટપક પદ્ધતિથી વરસાદ પડી રહ્યો છે. અને સતત વાદળછાયું વાતાવરણ રહેતા શરદી – ખાંસીના કેસોમાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે. વિદાય લેતા ચોમાસાએ તેની બેટિંગ ધીમી પણ મક્કમ કરી છે. એક બાદ એક વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે વરસાદનું જોર યથાવત રહેતા ખેડૂતો પલાંઠી વાળીને આકાશ તરફ મોઢું રાખી ચિંતાતુર બેઠેલા નજરે પડે છે અને ઉઘાડની વાત જોઈને બેઠા છે કે જેથી ખેતીનું કામકાજ આગળ ધપાવી શકે. સતત વરસાદને પગલે ખેતરોમાં પાણીનો ભરાવો થઇ ગયો હોય ખેતી કામ હાલમાં બંધ અવસ્થામાં છે. હવામાન ખાતાની આગાહી અનુસાર હજી પણ બે દિવસ આ પ્રમાણેની પરિસ્થિતિ યથાવત રહેશે. જોકે વાતાવરણમાં આહલાદક ઠંડીનું મોજું પ્રસરી ગયું છે.
The rural areas including Tankaria have been receiving rain slowly for the past five days. And there is a gradual increase in cold-cough cases with continuous cloudy weather. The departing monsoon has slowed down his batting but firmed up. Due to the activation of one rain system after another, the farmers are seen sitting anxiously on their backs and facing the sky and looking at the fields so that they can carry on the farming work. Due to the continuous rains, the fields have been flooded and the farming work is currently in a closed state. According to the forecast of the weather department, this situation will continue for two more days. However, a pleasant cold wave has spread in the atmosphere.