આપણા ગામના કોંગ્રેસી કાર્યકર અને ભૂતકાળમાં બે વખત જિલ્લા પંચાયતના સદસ્ય બની ચૂકેલા મકબુલ અભલીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ ભરૂચ તાલુકા પ્રમુખ તરીકે નિમણુંક કરી છે જે બદલ ખુબ ખુબ અભિનંદન પાઠવીએ છે.

Maqbul Abhali, a Congress worker of our village and a member of the District Panchayat twice in the past, has been appointed as the President of Bharuch Taluk by the Gujarat Pradesh Congress Committee, for which we congratulate him very much.

૧૧મી નો મહિનો પુરજોશમાં ચાલી રહ્યો છે. જે અંતર્ગત આગામી તારીખ 26/10/2024 ને Saturday રોજ ટંકારીઆના નવયુવાનો [૧૦૮ ગ્રુપ] દ્વારા ટંકારીઆ ગામમાં દારુલ ઉલુમ કોમ્યુનિટી હોલમાં ૧૧મી શરીફની સામુહિક ન્યાઝનું આયોજન કરવામાં આવ્યું છે. તો આમાં અગર આપ હિસ્સેદારી આપવા માટે ઉત્સુક હોવ તો નીચે જણાવેલ વ્યક્તિઓનો સંપર્ક કરી આપ આપનો હિસ્સો લઇ શકો છો.
૧. યુનુસ ગણપતિ [નશીબ ઇલેક્ટ્રિકલ્સ] – મોબાઈલ નંબર : ૯૮૨૪૧ ૮૩૯૧૪.
૨. સરફરાઝ મકબુલમાસ્ટર ઘોડીવાલા [અલીફ કોલ્ડ્રિંક્સ] મોબાઈલ નંબર : ૮૩૪૭૧ ૧૫૦૬૫
૩. ઇલ્યાસ ઉંદરડા [અજમેરી સ્ટોર] મોબાઈલ નંબર : ૯૮૯૮૫ ૨૫૩૯૨.
૪. રેહાન કાજિબુ મોબાઈલ નંબર : ૮૩૨૦૦ ૨૪૬૫૮.

HAJI IBRAHIMMASTER ISMAIL BACHCHA [FATHER OF DR. IKRAMULHAQ BACHCHA] passed away…………. Inna Lillahe Wainna Ilayhe Rajeun. Namaje Janaja will held at Hashamshah [RA] graveyard after Zuhar prayer. May ALLAH [SWT] grant superior place in Jannatul firdaush. Ameen….

MASTAN IBRAHIM WADIWALA Passed away…………. Inna Lillahe Wainna Ilayhe Rajeun. Namaje Janaja will held at Hashamshah [RA] graveyard at 3pm. May ALLAH [SWT] grant superior place in Jannatul firdaush. Ameen….

સલામ છે ૧૦૮ ગ્રુપના નવયુવાનોને કે, આજે બબ્બે કબરો એક સાથે નવયુવાનો ખોદી રહ્યા છે. અલ્લાહપાક એમને એમનો બદલો બંને જહાંનોમાં અર્પે, આમીન…યા રબ્બુલ આલમીન…..

ગતરોજ રવિવારના દિવસે સાંજે ૫ વાગ્યાથી ઘટાઘોર વાદળો અને ભારે વીજળીના કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ ખાબક્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર એક્સપ્રેસ હાઇવે [ટંકારીઆ – પાદરીયા] પાસે વીજ પડવાથી ૩ વ્યક્તિઓના સ્થળ પર મોત નિપજતા અરેરાટી ફેલાઈ ગઈ હતી અને અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે દાઝી જતા તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.
આ વરસાદી આફતમાં ખેડૂતોનો તૈયાર માલ ભોંયભેગો થઇ ગયો છે. કાનમમાં મુખ્યત્વે કપાસની અને તુવેરની ખેતી વ્યાપક પ્રમાણમાં થાય છે. અને વરસાદને પગલે ખેતીમાં વ્યાપક નુકશાનીનો ભય સતાવી રહ્યો છે. ચાલુ વર્ષે વરસાદનું પ્રમાણ વધારે હોવાને કારણે ખેડૂતોએ પાકનું વાવેતર પણ કરી શક્યા નથી.
સતત વરસી રહેલા વરસાદને લીધે ખેતરોમાં વરાપ નહિ થવાના કારણે તુવેરની ખેતી મોટાભાગના ખેડૂતો કરી શક્ય નથી. મોંઘુ બિયારણ પણ વરસાદને કારણે બળી ગયું છે. પરંતુ જેમને આગોતરું વાવેતર કર્યું છે તેમને નુકશાની નો ભય છે. હવે ખેડૂતો મગ ની ખેતી તરફ મીટ માંડીને બેઠા છે.
હજુ ગયા મહિને સતત વરસી રહેલા વરસાદમાં થયેલા નુક્શાનીનું કોઈ વળતર હજુ મળ્યું નથી એવામાં પાછોતરા વરસાદે વધુ નુકશાન વેર્યું છે.