1 2 3 10

HAJI ABDULLAH YUSUF VALI KHUSHI passed away………… Inna Lillahe Wainna Ilayhe Rajeun. May ALLAH [SWT] grant the best place in Janntul firdaush. Ameen. 

મર્હુમની દફનવિધિ અસરની નમાજ બાદ હાશમશાહ [રહ] કબ્રસ્તાનમાં થશે.

માહે શાબાનનો ચાંદ આજે નજરે પડી ગયો છે. એટલેકે “શબે બરાત” તારીખ ૧૩/૦૨/૨૦૨૫ ને ગુરુવારે મનાવવામાં આવશે. બસ……. મુબારક માહે રમઝાનની આમદ ની તૈયારી થઇ ગઈ છે. અલ્લાહ તઆલા તમામ ઉમ્મતને ઈબાદત કરવાની તૌફીક અર્પે.

આજ રોજ તારીખ : ૨૯/૦૧/૨૦૨૫ બુધવારના રોજ ધી ટંકારીઆ ઈંગ્લીશ મિડીયમ સ્કૂલમાં બાળકો માટે એક ઘણોજ સુંદર, આનંદદાયક (FUN FAIR મેળો) પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું. ખરેખર આ પ્રોગ્રામ દરેક જ માટે એક અનોખો પ્રોગ્રામ હતો.
આ પ્રોગ્રામનું ઉદ્ઘાટન ટંકારીઆ હાઈસ્કૂલના આચાર્ય ગુલામભાઇ પટેલ સાહેબે કર્યું હતું. તેમજ હાઈસ્કૂલના દરેક સ્ટાફે હાજરી આપી ધી ટંકારીઆ ઈંગ્લીશ મિડીયમ સ્કૂલના બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ ફનફેરમાં શાળાના બાળકોએ વિવિધ સ્ટોલ લગાવી પોતાની વસ્તુઓનું વેચાણ કર્યું હતું જેનાથી તેમની વેપાર પ્રત્યે રુચિ વધે અને ભવિષ્યમાં વેપાર પ્રત્યે સંવેદનશીલ થાય અને આવા શિક્ષણ દ્વારા આજના બાળકો આવતીકાલનું પોતાનું ભવિષ્ય વધુ ઉજળું બનાવે અને પોતાના કુટુંબનું, ગામનું તથા સમાજનું નામ રોશન કરે. આખા પ્રોગ્રામ દરમિયાન દરેક જ વિદ્યાર્થીના ચહેરા પર એક અજીબ આનંદ અને કામ કરવાની ધગશ અને જઝબો હતો. આ બાળકો ખુબ ખૂબ મુબારકબાદી ને લાયક છે.

 

મદદ માટે અપીલ

બરફ-ગોળાની લારી ચલાવી પોતાના કુટુંબનું ભરણપોષણ કરતા આપણા ગામના અબ્દુલ્લાહ શેફાના પત્ની ફરજનાબાનુંને રાત્રે કાર્ડિયેક એરેસ્ટ આવતા તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમના હાર્ટ સાથે લીવર અને કિડનીમાં પણ ડેમેજ જણાતાં તાત્કાલિક સુરત ખાતે ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. હાલમાં તેઓ વેન્ટિલેટર પર છે. ડોક્ટર સાથે ટેલિફોનિક વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, હાલત થોડી ક્રિટિકલ છે અને તેમણે વેન્ટિલેટર પર રાખવા જ પડશે અને ક્યાં સુધી તે ચોક્કસ માહિતી આપી શકે તેમ નથી. તો હાલ પૂરતા રૂપિયા બે (૨) લાખની જરૂરત છે કે જેથી વેન્ટિલેટરનો ખર્ચ ભરપાઈ થઇ શકે, કદાચ આગળ કન્ડિશન સુધરતાં વધુ મદદની જરૂર પડશે તો જાણ કરીશું. તો આ માટે આપને મદદની અપીલ કરીએ છીએ. આ મદદમાં આપ કોઈ પણ પ્રકારની રકમ આપી શકો છો.
મદદ મોકલવા માટે નીચેના વ્યક્તિનો સંપર્ક કરશો.
૧. યુનુસ ગણપતિ : ૯૮૨૪૧ ૮૩૯૧૪.
૨ . ફારૂક ખાંધિયા : ૯૮૨૪૫૫૪૪૮૦.

1 2 3 10