સરજમીને ટંકારીઆમાં આરામ ફરમાવી રહેલા હઝરત હાસીમશાહ [રહ.] ના ઉર્સ નિમિતે ગતરોજ ઇશાની નમાજ બાદ સન્દલની વિધિ રાખવામાં આવી હતી. જેમાં ગામના મોટી સંખ્યામાં અકીદતમંદો હાજર રહ્યા હતા. પાટણવાળા બાવા સાહેબની સદારત માં સંદલ વિધિ કરવામાં આવી હતી. તે જ સંદર્ભે ડેલાવાલા નવયુવાનો દ્વારા મગરીબની નમાજ બાદ સામુહિક ન્યાજ પણ રાખવામાં આવી હતી. આજે હજારી રોઝો હોય ગામની પરંપરાને આધીન લોકો હજારી રોજો પણ રાખતા નજરે પડ્યા છે.

આજે ૨૬મી જાન્યુઆરી એટલે કે, પ્રજાસત્તાક દિવસ. આજે સમગ્ર ભારત ૭૬મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે. જે સંદર્ભે આજે સવારે ૮ વાગ્યે ગ્રામપંચાયતના પટાંગણમાં ધ્વજારોહણની વિધિ રાખવામાં આવી હતી અને ભરૂચ તાલુકા સદસ્ય અબ્દુલ્લાહ ટેલર દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તલાટીશ્રી ઘનશ્યામભાઈ તથા માજી સરપંચ ઝાકીર ઉમતા, સામાજિક કાર્યકર ઉસ્માન લાલન ઉપરાંત ગ્રામજનો હાજર રહ્યા હતા. ત્યારબાદ કુમારશાળા (મુખ્ય) અને કન્યાશાળા (બ્રાન્ચ)ના સંયુક્ત ઉપક્રમે કન્યાશાળા (બ્રાન્ચ)માં ધ્વજ વંદનવિધિ “દીકરીની સલામ, દેશ કે નામ અંતર્ગત” ગામની શિક્ષિત દીકરી ડો. ઝૈબા સિરાજુદ્દીન ખાંધિયા [M.B.B.S. – M.S. (Gyn) – Fertility Specialist IVF Specialist]  ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. બાદમાં કન્યાશાળા (મુખ્ય) તથા કુમારશાળા (બ્રાન્ચ)ના સંયુક્ત ઉપક્રમે ધ્વજ વંદનવિધિ કન્યાશાળા (મુખ્ય)ના ભવ્ય ચોગાનમાં રાખવામાં આવી હતી ત્યાં પણ ધ્વજ વંદનવિધિ “દીકરીની સલામ, દેશ કે નામ અંતર્ગત” ગામની શિક્ષિત દીકરી ડો. શાહીન ગુલામ ઉમરજી ઇપલીના કરકમલો દ્વારા કરવામાં આવી હતી. ત્યાર પછી એમ.એ.એમ. ઇંગ્લિશ મીડીયમ સ્કૂલમાં ધ્વજારોહણ તાલુકા સદસ્ય અબ્દુલ્લાહ ટેલર દ્વારા કરવામાં આવ્યું હતું.
આ તમામ શૈક્ષણિક સંકુલોમાં ધ્વજારોહણ બાદ ગગનભેદી દેશભક્તિના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. તેમજ વિવિધ શાળાઓમાં સાંસ્કૃતિક પ્રોગ્રામો પણ યોજવામાં આવ્યા હતા.

  1. HAJI YAKUBMASTER VALI GHODIWALA [FATHER OF HARUN AND ZUBER GHODIWALA] passed away……. Inna Lillahe Wainna Ilayhe Rajeun. Namaj e janaja will held at Hashamshah [RA] graveyard after ASR prayer. May ALLAH [SWT] grant superior place in Jannatul Firdaush. Ameen.

 

  1. ISMAIL MOHMED KOLJI passed away at Ahmedabad……. Inna Lillahe Wainna Ilayhe Rajeun. May ALLAH [SWT] grant superior place in Jannatul Firdaush. Ameen.