ગત રોજ રાત્રે આમ આદમી પાર્ટી ની જાહેર જનસભા યોજાઈ
ભરૂચ તાલુકાના વાગરા વિધાનસભા મતવિસ્તારના ટંકારીઆ ગામે આમ આદમી પાર્ટી ની જનસભા યોજવામાં આવી હતી આ પ્રસંગે ગામ ના તથા પરગામ ના લોકો મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા.
આમ આદમી પાર્ટી ના વક્તા અને કવિ તથા સ્ટાર પ્રચારક શહેનાઝ હિન્દુસ્તાની એ પોતાના ધારદાર વ્યક્તવ્ય માં
ભા જ પ તથા કોંગ્રેસ પાર આકરા પ્રહારો કર્યા હતા. એમને એમના વક્તવ્યને કવિતા ના રૂપમાં પ્રદર્શિત કરીને સભા માં હાજર જનો ના દિલ જીતી લીધા હતા.
આ પ્રસંગે કરજણ તાલુકાના મેસરાડ ગામના હનીફભાઇ જમાદાર કોંગ્રેસ નો સાથ છોડી વિધિવત રીતે આમ આદમી પાર્ટી માં જોયાનું એલાન કરવામાં આવ્યું હતું.
આ જનસભા માં શહેનાઝ હિન્દુસ્તાની ઉપરાંત સાઉથ ગુજરાત ઝોન ના ઇન્ચાર્જ બોધરાજસિંહ, મનોજ સોરઠીયા, વડોદરા ના મુનાફ પઠાણ હાજર રહ્યા હતા. તથા ગામના ઇબ્રાહીમભાઇ પટેલ, યાકુબભાઇ જનગારીયા, રફીક ઝીણા તથા નવયુવાનો હાજર રહ્યા હતા.
Leave a Reply