ભરૂચ તાલુકાના સૌથી મોટા ગામ ટંકારીઆ માં આજરોજ કન્યાશાળા માં ગતિશીલ ગુજરાત કાર્યક્રમ હેઠળ ગામના વણઉકલ્યા પ્રશ્નો અંગે સરકારી પદાધિકારીઓ ની હાજરી માં મિટિંગ યોજાઈ હતી. આ મિટિંગ માં ગામના નાગરિકો એ ગામને લગતા પ્રશ્નો ની ધારદાર રજૂઆત કરી હતી.
મોટું ગામ એટલે વધુ પ્રશ્નો ઉભા થાય એ સ્વાભાવિક છે. પરંતુ હાજર રહેલ અધિકારી ઓ એ ગામના પ્રશ્નોનું તાકીદે નિરાકરણ કરવાની બાંહેધરી આપી હતી.
હાજર રહેલ અધિકારી ઓ માં ટી ડી ઓ સાહેબ શ્રી અર્જુનસિંગ, મામલતદાર પ્રજાપતિ સાહેબ, જીલ રજિસ્ટ્રાર શ્રી સહકારી મંડળી, કાર્યપાલક ઈજનેર દક્ષિણ ગુજરાત વીજ કંપની, નાયબ વન સંરક્ષણ અધિકારી (જંગલખાતું) તથા સર્કલ ઓફિસર પ્રજાપતિ, સર્કલ ઇન્સ્પેક્ટર ઇકબાલભાઇ તથા તાલુકા પંચાયત ના સદસ્ય અબ્દુલ્લાહ ટેલર, સરપંચ ઈકબાલ કબીર, તથા પંચાયત ના સભ્યો અને ગામ જાણો હાજર રહ્યા હતા.
Leave a Reply