ગત્ સોમવાર રાત્રી ના છ થી આઠહથિયારબંધ લુટારુઓ, મૂળ ટંકારીઆ ગામ ના આસીફ HANIF વેવલી ના ઘર નો મુખ્ય દરવાજો તોડી ઘૂસી ગયા હતા, ઘર મા સુઈ રહેલ તમામ સભ્યો ને બંદૂક ની અણીએ બાન મંા લઈ રોકડ રકમ ઘરેણા મોબાઈલ ફોન અને બીજા અનેક ઈલેકટ્રોનીક ઉપકરણો ની લુંટ ચલાવી હતી. બનાવ દરમિયાન લુટારુઓ સાથે ની ઝપાઝપી મા આસીફ ઈકબાલ વેવલી, ઇ્મતિયાજ ઈકબાલ વેવલી ને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલ મા દાખલ કરવા મા આવ્યા હતા.. જે હાલ મા પણ સારવાર હેથળ છે.. છેલ્લા કેટલાય સમયથી વેન્ડા અને આજુબાજુ ના શહેરો મા વસતા ભારતીય મૂળ ના લોકો લૂંટફાટ નો ભોગ બની રહ્યા છે.. સ્થાનિક પોલીસ ની ઉદાસીનતા ને લીધે લુટારુઓ બેફામ બન્યા છે, દક્ષિણ આ્ફિકા મા આવેલા ભારતીય દૂતાવાસ તરફ થી પણ કોઈજાત ની મદદ નથી, એવા મા અહીં ના ભારતીયો ની માંગ છે કે કોઈ સ્થાનિક નેતા આ મામલા ને ગંભીર ઘણી માનનીય વિદેશ મંત્રી સુધી પહોંચાડે એવી માંગ છે..! [Reporting by Rafiqahmed Kaduji from Venda]
Leave a Reply