ભરૂચ તાલુકાના હિંગલ્લા ગામ નજીક સોમવારના રોજ છોટા હાથી અને પિકઅપ વાન વચ્ચે ગોજારો અકસ્માત સર્જાતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ તાલુકાના હિંગલ્લા ગામ નજીક સોમવારના રોજ બપોરના 1.00 વાગ્યાની આસપાસ છોટા હાથી ટેમ્પો નંબર જી જે 16 z 1225 લઇ વસાવા સમાજના10 થી વધુ લોકો કારેલાથી ભરથાના ગામ ખાતે બેસણામાં જઈ રહ્યા હતા દરમ્યાન હિંગલ્લા ચોકડી ખાતે પીકઅપ ગાડી નંબર જી જે 1 ઈ ટી 0238 સાથે ધડાકા ભેર અકસ્માત સર્જાતા કમળા બેન વસાવા ઉ. વય આશરે 40 નું સારવાર દરમ્યાન મોત થયું હતું. જયારે અન્ય 10 જેટલા લોકોને નાની મોટી ઇજા ઓ પહોંચી હતી.
જયારે અકસ્માતમાં છોટા હાથી વાહનના અાગળના ભાગનો ખુરદો બોલી જવા પામ્યો હતો. અકસ્માતના પગલે એક સમયે હિંગલ્લા ચોકડી નજીક અફરાતફરીનો માહોલ સર્જાવા પામ્યો હતો.અકસ્માતની જાણ 108 એમ્બ્યુલન્સને કરવામાં આવતા તાત્કાલિક બે 108 એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં હતા જયાં તમામની સારવાર હાલ ચાલી રહી છે. અત્રે નોંધનીય છે કે હિંગલ્લા થી ટંકારીઆ સુધીના માર્ગ પર ઠેર ઠેર ખાડા ઓ પડી ગયા છે અને વાહન ચાલકો આવા ખાડા બચાવવાની કોશિશ માં આવા અકસ્માતો નો ભોગ લોકો બને છે. તો શું તંત્ર આ ખાડાઓ પૂરવાની કામગીરી તાકીદે હાથ ધરસે? એવું ચર્ચાઈ રહ્યું છે.
Leave a Reply