પવિત્ર રમજાન માસ ના અંતિમ તબક્કા માં ઇફ્તારી નો લુત્ફ ઉઠાવતા મુસ્લિમ બિરાદરો

મુસ્લિમ બિરાદરોનો પવિત્ર માસ એટલે રમજાન માસ ચાલી રહ્યો  હોય ત્યારે ટંકારીઆ અને પંથકમાં મસ્જિદો માં વિવિધ રંગબેરંગી લાઈટ ડેકોરેશન થી શણગારવામાં આવી છે. રોજા નમાજ તથા તરાવીહ ની વિશેષ નમાજ નમાજ અદા કરતી વેળાએ મસ્જિદોમાં ભારે ભીડ એકત્ર થાય છે. બંદગીમયવાતાવરણમાં ઢળતી સાંજે રોઝા છોડવાના સમય દરમ્યાન વિવિધ જગ્યાઓએ સામુહિક રોઝા ઇફ્તારીના પ્રોગ્રામ પણ યોજાય છે. અવનવી વાનગીઓ પીરસી રોઝદાર ને રોજા ઈફ્તાર કરાવવામાં  આવે છે.

આ પવિત્ર માસના ૩૦ દિવસોમાં પ્રથમ દસ દિવસ રહેમતના તથા ત્યારબાદ ના દશ દિવસ મગફેરતના એટલેકે પોતાની કરેલી ભૂલોની માફી માંગવાના તથા આખરી દશ દિવસો જહન્નમ થી મુક્તિ માટેના છે. કોઈ આ દિવસોની બરકતોથી મહેરુમ ના રહી જાય તે માટે સમગ્ર રમઝાન માસના રોઝા નાબાલિગ તથા સખત બીમાર સિવાય દરેક માટે ફર્ઝ્ છે. પુરા માસ દરમ્યાન રોઝા, નમાજ તથા વિશિષ્ટ નમાજ તરાવીહ સાથે ઝકાત, સદકા તથા ખૈરાત આપવાનું ખુબજ મહત્વ છે. આમ રમઝાન માસ અલ્લાહ ની બંદગી અને ઈબાદત કરવાનો હોય છે જેને મુસ્લિમ બિરાદરો હૃદયપૂર્વક રોઝા રાખી માનવતા હોય છે.

વિત્ર રમઝાન માસ માં સામુહિક ઇફ્તારીનો લુત્ફ ઉઠાવતા મુસ્લિમ બિરાદરો નીચેની તસ્વીરોમાં નજરે પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*