આધુનિકતા તરફ હરણફાળ ભરતી દુનિયા માં મદ્રસ્સાએ મુસ્તુફાઈય્યાહ ટંકારીઆ પણ ડિજિટલ ક્ષેત્રે એક ડગલું આગળ વધવાની કોશિશ કરી રહ્યું છે. જેમાં આજ રોજ કોણ બનેગા કરોડપતિની ધબ પર મદ્રસ્સાએ મુસ્તુફાઈય્યાહ ટંકારીઆ ના તુલ્બાઓનો ઇસ્લામિક ક્વિઝ કોન્ટેસ્ટ પ્રોગ્રામ યોજાયો હતો. જેમાં બે બે ટૂલબાઓની પૈર બનાવી દીની પ્રશ્નો દરેક પૈર ને પૂછી ભાગ લેનાર તથા શ્રોતાજનો તથા મદ્રસ્સા ના બીજા ટૂલબાઓના દીની જ્ઞાન માં વધારો કર્યો હતો. આ પ્રોગ્રામ માં પ્રશ્ન સ્ક્રિન પર પૂછવામાં આવતા હતા અને જવાબો પણ ઓપ્શન તરીકે સ્ક્રીન પર મુકવામાં આવતા હતા અને ભાગ લેનાર તુલ્બાઓ સારી રીતે જવાબો આપતા હતા. ખરેખર આ એક સરાહનીય રચનાત્મક કાર્ય છે અને આ કાર્ય નો તમામ જશ આપણા ગામના નાસીબુલગની ચતી તથા કારી ઇમરાન સાહબ કોવારીવાળા ને જાય છે. અલ્લાહ તઆલા એમને વધુ માં વધુ આવા કાર્યો કરવાનો હોસલો બુલંદ રાખે.
Leave a Reply