ટંકારીઆ ગામ પંચાયત ની રસાકસી ભરી ચૂંટણી યોજાશે
ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામ પંચાયત ની સરપંચ પદ માટે ની ચૂંટણી આગામી ૪ ફેબ્રુઆરી ના રોજ યોજાશે. જે એકદમ રસાકસી બની રહેશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
ભરૂચ તાલુકાના સૌથી મોટી વસ્તી ધરાવતા ટંકારીઆ ગામ પંચાયત ની ચૂંટણી માં ગામના પાંચ યુવાનો એ ઉમેદવારી નોંધાવી છે. જેમાં આરીફ પટેલ, ઇકબાલ ભરૃચી, ઈકબાલ કબીર, ઝાકીર ઉમતા અને મુસ્તુફા ખોડા ઉમેદવાર તરીકે છે. તદુપરાંત કુલ ૧૪ વોર્ડ ની સંખ્યા ધરાવતી પંચાયત ની વોર્ડ ના સભ્યો ની ચૂંટણીમાં ફક્ત ૪ વોર્ડમાં સભ્યોની ચૂંટણી યોજાશે બાકીના વોર્ડ ના ૧૦ વોર્ડના સભ્યો બિનહરીફ જાહેર થયા છે.
ગામના મતદારો ને આકર્ષવા દરેક સરપંચ ના ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર અભિયાન આરંભી દીધું છે. શિક્ષિત ગામ હોવાને લઈને એકદમ સુમેળભર્યા માહોલમાં પ્રચાર ચાલી થઇ ગયો છે. આ રસાકસી ભરી સરપંચની ચૂંટણીમાં સરપંચ પદ નો તાજ કોણ પહેરશે તે તારીખ ૬ ફેબ્રુઆરી ના રોજ જાહેર થશે.
Leave a Reply