અમીનાબહેન યાકુબભાઇ પટેલ (લંડન) તરફથી તમામ મર્હૂમોના સવાબ અર્થે શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારીઆ ને દર્દીઓ માટેના પલંગ નંગ ૩, વહીલચેર નંગ ૨, ટોયલેટ માટે ની ચેર નંગ ૩, ટોયલેટ માટે ટેબલ નંગ ૩, ફિક્સ વૉકર નંગ ૩, ફોલ્ડિંગ વૉકર નંગ ૩, એર બેડ નંગ ૨, પેશાબ માટે નો બાઉલ નંગ ૫ તથા ટોયલેટ પોટ નંગ ૫ તથા દર્દીઓ ને ઉપયોગી થાય તેવી સ્ટિક અને ગેડી જેવી વસ્તુઓ કે જે ગામના દર્દીઓ માટે ઉપયોગ માં આવી શકે તે વસ્તુઓ નું દાન તેમના ભત્રીજા અને સામાજિક કાર્યકર અબ્દુલ્લાહ કામથી ના હસ્તે આપવામાં આવેલ છે. અલ્લાહ સખીદાતા ને તેનો બદલો બંને જહાં માં આપે એવી દુઆ. જેથી ગામના જરૂરિયાત ધરાવતા દર્દીઓને સાવ સામાન્ય ભાડે આપવામાં આવશે. જે માટે નીચે જણાવેલ વ્યક્તિઓનો સંપર્ક કરવો. અમીન કદા મોં. નંબર ૮૧૪૧૭૨૬૬૨૮. અઝીઝ ભા ૯૯૦૪૭૪૪૧૬૦. અખ્તર માલજી ૯૬૨૪૬૦૫૭૧૦.
Leave a Reply