સુરતના મુશાયરામાં રંગ જમાવતા મુબારક ઘોડીવાલા “દર્દ” ટંકારવી
આજકાલ ટંકારીઆ કિકેટ માટે જેટલું જાણીતું છે એટલું જ કવિઓ લેખકો માટે પણ જાણીતું છે. ગામમાં શેરોસુખનનો વારસો જાળવી રાખે એવા એક અત્યંત આશાસ્પદ કવિ તે મુબારક ઘોડીવાલા “દર્દ” ટંકારવી. સારા એવા એક સર્જનાત્મક કવિ છે અને એટલે જ તો એમને હવે આજુબાજુ યોજાતા મુશાયરાઓમાં આમંત્રણ મળે છે. અહીં સુરત ખાતે યોજાયેલા મુશાયરામાં “દર્દ” ટંકારવી પોતાની આગવી છટામાં સુંદર ગઝલો રજૂ કરતા અને ગઝલફહેમ લોકોની દાદ મેળવતા જોઇ શકાય છે. મુબારકને ખૂબ ખૂબ મુબારકબાદ અને એટલું જ કહીશું કે નવું નવું વાંચતા–લખતા રહેજો અને ટંકારીઆનું નામ રોશન કરતા રહેજો.
Leave a Reply