મિસ્બાહી વેલ્ફેર મિશન દ્વારા ટંકારીઆ માં મહિલાઓનો તરબીયાતી કેમ્પ યોજાયો
ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે આજરોજ મોટાપાદર મદ્રેસા હોલમાં મહિલાઓ માટે સમાજ સુધારણા માટેનો એક ઈજતેમાંનું આયોજન મિસ્બાહી વેલ્ફેર મિશન દ્વારા કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાની મહિલાઓમાં જાગૃતતા લાવવા તથા અંધશ્રદ્ધા અને અભણતા દૂર કરવાના આશયથી આ ઈજતેમાનુ આયોજન મિસ્બાહી વેલ્ફેર મિશન દ્વારા મોટા પાદરમાં મદ્રસ્સા હોલ માં કરવામાં આવ્યું હતું. જેમાં આલીમ આસિયા ફાતેમા આપા એ માં બાપ ના હક્કો વિષે અને આલીમ ફાતેમા આપાએ ઓરત અને શિક્ષણ જેવા અતિ મહત્વના વિષય પર સુંદર બયાન કરી હાજર મહિલાઓને વિસ્ત્રુત સમજણ આપી તેના પર અમલ કરવાની તાકીદ કરી હતી, આ સિવાય આલીમ ગુલઅફશાં આપાએ અને ભરૂચ તાલુકાની બીજી ઘણી સ્કોલર આલીમાં ઓએ હાજરી આપી હતી. તથા આ કાર્યક્રમમાં ટંકારીઆ ગામની મહિલાઓ તથા આજુબાજુના ગામની ઘણી બધી મહિલાઓએ હાજર રહી આ કેમ્પ નો લાભ લીધો હતો.
આ કાર્યક્રમ ને કામિયાબ બનાવવામાં ટંકારીઆ ગામજનો તથા મિસ્બાહી વેલ્ફેર મિશન ના કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો.
Leave a Reply