શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારીઆ દ્વારા અનાજ વિતરણ કરાયું
ગરીબો તથા જરૂરિયાતમંદો માટે હંમેશા મદદરૂપ થનાર શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારીઆ દ્વારા હમણાં ગામના ગરીબ અને જરૂરતમંદો ને અનાજ તથા તેલ વિગેરે આપી એક ઉમદા સેવા બજાવી છે. અલ્લાહ તે ટ્રસ્ટ ના કાર્યકરોને જરૂરતમંદો ને વધુ ને વધુ મદદરૂપ થવાની તાકાત અને શક્તિ આપે. આમીન. વધુમાં અગર આપ પણ આવા કામમાં સહાય આપવા ઇચ્છુક હોય તો આપ ટ્રસ્ટ નો સંપર્ક સાધી શકો છો.
Leave a Reply