૨૦ – ૨૦ ફાઇનલ માં ટંકારીઆ કે. જી.એન. ચેમ્પિયન
ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે મુસ્તુફાબાદ ગ્રાઉન્ડ પર રમાઈ રહેલી ૨૦ – ૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટ ની ફાઇનલ મેચ ટંકારીઆ કે. જી.એન. ઇલેવન અને ઇખર ઇલેવન વચ્ચે રમાઈ હતી. જેમાં ટંકારીઆ કે. જી.એન. ઈલેવને નિર્ધારિત ૨૦ ઓવર માં ૧૪૭ રન બનાવ્યા હતા જેમાં ઝફર ભુતાવાળા ના ૪૭ અને નઇમ મઢીના ૩૩ રન મુખ્ય હતા. જેના જવાબમાં ઇખર ની ટિમ ફક્ત ૧૨૮ રન માં સમેટાઈ ગઈ હતી. જેમાં નાઝીમ ઉમતા ની ૫ વિકેટ મુખ્ય હતી.
આ ટુર્નામેન્ટ માં બેસ્ટ બોલર ઓફ ટુર્નામેન્ટ ઇખર ના સોયેબ સોપારીયા મેન ઓફ થઈ સિરીઝ તૌસીફ શેરૂ મેન ઓફ થઈ મેચ નાઝીમ ઉમતા જાહેર થયા હતા. આ પ્રસંગે આમંત્રિત મહેમાનો માં મુબારકભાઈ મિનાઝવાળા, સુલેમાન પટેલ જોળવાવાળા, મુસ્તાક ટટ્ટુ સરપંચ વલણ, અબ્દુલ્લાહ ટેલર, સરપંચ આરીફ પટેલ, ડેપ્યુટી સરપંચ ઉસ્માન લાલન, તથા મલંગભાઇ, સઇદ બાપુજી અને મોટી સંખ્યા માં ક્રિકેટ રસિકો હાજર રહ્યા હતા. સમગ્ર સમારંભનું સંચાલન અબ્દુલ્લાહ કામથીએ કર્યું હતું.
Leave a Reply