રીક્ષા ચાલક ટ્રેલર માં ઘૂસી જતા અકસ્માત સર્જાયો
ગત રોજ રાત્રે ભરૂચ તાલુકાના પારખેત ગામ નજીક રીક્ષા ચાલક ભરૂચ થી ટંકારીઆ તરફ આવી રહ્યો હતો ત્યારે સામેના વાહનચાલકે ખાડા ઓ બચાવવા માટે ડીપર લાઈટ મારતા રિક્ષાચાલક ની આંખો અંજાઈ જવાથી નજીક માં ઉભેલા ટ્રેક્ટરના ટ્રેલર સાથે રીક્ષા અથડાતા રિક્ષામાં મુસાફરી કરી રહેલા ટંકારીઆ ગામના ઝોહરા ઐયુબ માલજી, હવાબીબી મહમ્મદ જારીવાળા તથા મરિયમબેન ઇસ્માઇલ ભડ ને ઈજાઓ થવા પામી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ગતરોજ રાત્રે ભરૂચ તરફથી આવતી રીક્ષા પારખેત નજીક થી પસાર થઇ રહી હતી ત્યારે રીક્ષા ધડાકાભેર ઉભેલા ટ્રેલર સાથે ભટકતા અંદર મુસાફરી કરી રહેલ ટંકારીઆ ગામની મહિલા મુસાફરો ના હાથે અને પગે ફ્રેક્ચર થઇ જવા પામ્યું હતું. તેઓને ભરૂચ ખાતે સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા. સદનસીબે કોઈ જાનહાની થઇ ના હતી. એકદમ બિસમાર થઇ ગયેલા આ રસ્તા પર ખાડા બચાવવા માટે વાહનચાલકો રાત્રી દરમ્યાન અવારનવાર નાના મોટા અકસ્માતોનો ભોગ બને છે. તો આ રસ્તાઓનું સમારકામ અને નવીનીકરણ ક્યારે થશે એમ લોકો ના મુખે ચર્ચાઈ રહ્યું છે. લોકમુખે એમ પણ ચર્ચાઈ રહ્યું છે કે સમગ્ર ભરૂચ જિલ્લાના રસ્તાઓનું નવીનીકરણ થઇ ગયું છે તો આ હિંગલાથી પાલેજ સુધીના રસ્તા પ્રત્યે ઓરમાયું વર્તન શા માટે?
Leave a Reply