છેલ્લા ૧૨ દિવસથી સૂર્ય ના દર્શન દુર્લભ
ટંકારીઆ તથા આસપાસના વિસ્તારના ગામોમાં ભાદરવો ભરપૂર ઉક્તિને સાર્થક કરે છે. પંથકમાં છેલ્લા ૧૨ દિવસથી સૂર્ય ના દર્શન દુર્લભ થઇ ગયા છે એટલેકે સૂર્ય ૧૨ દિવસોમાં નહિવત દેખાણો છે. ઘડીકમાં વાદળો છવાઈ જાય છે અને વરસાદી માહોલ યથાવત રહે છે જેને પગલે શરદી, ખાંસી, તાવ, પેટમાં દુખાવો, માથામાં દુખાવો, માથું ભારે ભારે રહેવું, અપચો વગેરે જેવી સમસ્યાએ ભરડો લીધો છે. થોડા થોડા સમયાંતરે વરસાદી છાંટા પડે છે અને બાદમાં વાતાવરણ વાદળછાયું જ રહે છે. ચાલુ વર્ષે અતિશય વરસાદ પડવાને પગલે ખેડૂતોએ વાવેતર કરેલું બી પણ બળી જવા પામ્યું છે. અને સરકારે અતિવૃષ્ટિને લીધે નુકશાની નું વળતર આપવાની જાહેરાત કરી હોય જેના ફોર્મ ભરી પંચાયત માં ગ્રામ સેવક અથવા તલાટી ને આપવાની જાહેરાત કરવામાં આવી હોય નુકશાની ના વળતરના ફોર્મ મેળવી ભરી પંચાયતમાં જમા કરાવવાની અપીલ કરીએ છીએ.
Leave a Reply