શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારીઆ દ્વારા સરાહનીય કાર્ય
હવે શિયાળાનો પ્રારંભ લગભગ થઇ ગયો છે. એટલે ઠંડી તેના રોદ્ર સ્વરૂપમાં પડશે. આ ઠંડીમાં સામાન્ય લોકો પોતાનો બચાવ ગરમ પોશાક તથા ગરમ ધાબળા વગેરેથી કરશે પરંતુ ગરીબ લોકો ને ઠંડી થી રક્ષણ મેળવવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. જેને પોતાના પ્રાધાન્ય માં રાખી ચાલુ વર્ષે શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારીઆ શાખા એ ગરમ ધાબળા તથા ગરમ કંબલો લાવી ગરીબો તથા જરૂરિયાતમંદો ને પહોંચાડવાનું બીડું ઝડપ્યું છે. જે અંતર્ગત ટ્રસ્ટ દ્વારા ગરમ ધાબળા તથા ગરમ કંબલો ખરીદી ગરીબ તથા જરૂરિયાતમંદો ને પહોંચાડશે. આ કામ ગામના સખીદાતાઓ તથા ટ્રસ્ટના તમામ સભ્યોના સાથ સહકાર થી કરવામાં આવ્યું છે. અલ્લાહ તાલા તમામની સખાવતો કબૂલ મકબુલ ફરમાવે. આમીન.
Leave a Reply