સાલ્યા હોસ્પિટલમાં નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો
ભરૂચ તાલુકાના પાલેજ – ટંકારીઆ રોડ પર આવેલ નયનરમ્ય સાલ્યા હોસ્પિટલ ખાતે ટ્રાયકલર હોસ્પિટલ તથા કાદરી ક્લિનિક ના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક સર્વરોગ નિદાન શિબિર યોજાઈ હતી. જેમાં પાલેજ તથા આસપાસના પંથકના ગામોના ગરીબ વર્ગના દદીઁઓએ બહોળા પ્રમાણમાં લાભ લીધો હતો. આ સર્વરોગ નિદાન શિબિરમાં નિષ્ણાંત તબીબ ડો. મહેશ બશરગે, ડો. મોહસીન રખડા ટંકારીયાવાળા તેમજ અન્ય તબીબોએ તબીબી સેવાઓ પુરી પાડી હતી. આ શિબિરમાં અંદાજે ૨૫૦ જેટલા દદીઁઓએ લાભ લીધો હતો. આ શિબિરને સફળ બનાવવા માટે પારસ મેડિકલ સ્ટોર ના ફૈઝલ પટેલે ભારે જહેમત ઉઠાવી સફળ બનાવી હતી.
Leave a Reply