સુસવાટા મારતા પવનો સાથે ઠંડીનો જોરદાર ચમકારો
લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા ૬ થી ૭ ડિગ્રી ઘટી જતા સમગ્ર ભરૂચ જિલ્લામાં લોકો ઠંડીથી રીતસરના ધ્રુજી ઉઠ્યા હતા. જયારે હવામાન ખાતાની જાણકારી અનુસાર આગામી ૪૮ કલાકમાં હજુ પણ તાપમાન ગગડવાની શક્યતાઓ જોતા ઠંડીમાં હજુ પણ વધારો થવાના એંધાણો વર્તાઈ રહ્યા છે. સમગ્ર ભરૂચ જિલ્લામાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ટંકારીઆ તથા પંથકમા આજે વહેલી સવારથી જ ઠંડા પવન હજુ યથાવત છે. આગામી ૫ દિવસ સુધી વાતાવરણ માં અનેક ફેરફારો જોવા મળી શકે છે. કાતિલ ઠંડીને પરિણામે લોકો ગરમ વસ્ત્રો પરિધાન કરતા જોવા મળી રહ્યા છે. લોકો તાપણાઓ કરી ઠંડી થી રક્ષણ મેળવી રહ્યા છે. ત્યારે ખુલ્લા આકાશ તળે વસવાટ કરતા શ્રમજીવી લોકો માટે આ ઠંડી ઘાતક બની રહે છે.
Leave a Reply