વિકાસ તરફ આગળ વધતું ટંકારીઆ ગામ
હાલ માં ડો. સિરાજભાઈ ખાંધિયા ના ઘર પાસે આર.સી.સી. ના પાકો રસ્તાનું કામ તથા અલ્લીમાંમાં ગંગલ ના ઘર પાસે આર.સી.સી. ના પાકા રસ્તાનું કામ ઈક્બાલબાવાના કરકમળોથી શરુ કરવામાં આવ્યું છે. તથા સાપા સ્ટ્રીટ થી ગોલવાડ થઇ પાદર ના મુખ્ય રોડને જોડતા રસ્તા પર કલરીંગ બ્લોક બેસાડવાનું કામ શરુ થઇ ગયું છે. તેમજ જિલ્લાની પાર્ક માં પણ કલરીંગ બ્લોક બેસાડવાનું કામ ચાલુ છે.
ગામના સરપંચ શ્રીમતી મુમતાઝબેન ઉસ્માન લાલન જણાવે છે કે હજુ કુલ ૩૨ કામો માટેનો વર્ક ઓર્ડર તૈયાર થઇ ગયો છે અને એ તમામ કામો ઝડપી કરાવવા માટે કુલ ૪ અલગ અલગ કોન્ટ્રાક્ટરોને કામો ફાળવી આપ્યા છે. મુમતાઝબેને એમ પણ જણાવ્યું હતું કે હાલમાં પંચાયત પાસે ગ્રાન્ટના કુલ ૮૭ લાખ જમા છે અને વાગરા વિધાનસભા ના ધારાસભ્ય શ્રી અરૂણસિંહ રાણા ની ગ્રાન્ટના ૨૧ લાખ પણ જમા છે અને એ સમગ્ર ગામમાં કોઈપણ જાતના ભેદભાવ વિના વિકાસના કામો કરવામાં આવશે. એમને એમ પણ ઈચ્છા વ્યક્ત કરી હતી કે સમગ્ર ગામમાં સુવ્યવસ્થિત ગટરો તથા રસ્તાઓ બને એ માટે તેઓ તે તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.
Leave a Reply