ટંકારીઆ નિવૃત કર્મચારી મંડળ દ્વારા મુખ્યમંત્રી રાહતફંડ માં રકમ જમા કરાવાઈ
કોરોના વાઇરસ ની મહામારીના પગલે ટંકારીઆ નિવૃત કર્મચારી મંડળ દ્વારા મુખ્યમંત્રી રાહતફંડ માં રૂપિયા ૪૫૦૦૦ જેટલી રકમ ભરૂચ કલેક્ટર ને જમા કરાઈ હતી.
નિવૃત કર્મચારી મંડળ ના પ્રમુખ જનાબ યાકુબભાઇ ઘોડીવાળા તથા સેક્રેટરી યાકુબભાઇ ચતી એક નિવેદનમાં જણાવે છે કે કોરોના વાઇરસની મહામારી સમગ્ર દુનિયામાં ભરડો લઇ રહી છે અને ગુજરાતમાં પણ તેનો પેસારો વ્યાપક રીતે ફેલાયો હોય તેની સામે ગુજરાત સરકાર અસરકારક પગલાં ભરી રહી હોય ટંકારીઆ નિવૃત કર્મચારી મંડળ દ્વારા ટંકારીઆ તથા આજુબાજુના ગામોના પેંશનર ભાઈ બહેનો તથા સભાસદો દ્વારા રૂપિયા ૪૫૦૦૦ જેટલી રકમ ગુજરાત મુખ્યમંત્રી રાહતફંડમાં મંડળે ભરૂચ કલેક્ટરશ્રી ને અર્પણ કરી હતી. આ થકી પ્રમુખ તથા સેક્રેટરી તમામ સભાસદોનો હાર્દિક આભાર વ્યક્ત કરે છે.
આ સાથે ફોટોમાં કલેક્ટર ભરૂચને ચેક આપતા સેક્રેટરી જણાઈ આવે છે.
Leave a Reply