ટંકારીઆ ગામનું ગૌરવ
ટંકારીઆ ગામના વતની અને આમોદ તાલુકાની સૂડી ગામની પ્રાથમિક શાળાના આસિસ્ટન્ટ શિક્ષક મોહંમદરફીક ઇબ્રાહિમ અભલી ઉર્ફે મુન્નાએ ગુજરાત રાજ્યના પ્રાથમિક શાળાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે નો પારિતોષિક મેળવેલ છે, જે બદલ તેમને હાર્દિક અભિનંદન પાઠવતા ગર્વ અનુભવીએ છીએ. આ ઉપરાંત મોહંમદરફીક ઇબ્રાહિમ અભલી ઉર્ફે મુન્નાએ ૧. જિલ્લાનો પ્રતિભાશાળી શિક્ષક એવોર્ડ ૨. તાલુકા કક્ષાનો બેસ્ટ શિક્ષક એવોર્ડ તથા ૩. વિશ્વ વિખ્યાત સાધુ સંત મોરારીબાપુના હસ્તે ચિત્રકૂટ એવોર્ડ પણ મેળવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર ગુજરાતમાંથી ફક્ત એક જ મુસ્લિમ શિક્ષકને ચાલુ વર્ષે આ પારિતોષિક મળેલ છે.
Pride of Tankaria village
Mohammad Rafiq Ibrahim Abhali alias Munna, a native of Tankaria village and assistant teacher of Sudi village primary school in Amod taluka, has received the award as the best primary school teacher in the state of Gujarat, for which we are proud to congratulate him. Apart from this, Mohammad Rafiq Ibrahim Abhali alias Munna 1. District’s Talented Teacher Award 2. Taluka level best teacher award and 3. He has also received the Chitrakoot Award at the hands of world famous monk Saint Moraribapu.
Leave a Reply