વરસાદને પગલે ટંકારીઆ પાદર જળબમ્બાકાર

ગતરોજ રાત્રે અતિભારે વરસાદને કારણે પાદરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવા પામ્યું હતું. આમતો ગઈકાલે સાંજ સુધી વરસાદ ના હતો પરંતુ ડભોઇ અને આગળના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ભૂખી ખાદી છલોછલ થઇ ગઈ હતી અને પાણી ખાડીમાંથી ઓવરફ્લો થઇ ખેતરોના રસ્તાના વાતે ચારેકોર ફરી વળ્યાં હતા અને તેજ વખતે પાદરમાં પાણી ભરવાનું ચાલુ થઇ ગયું હતું. અને ત્યાર બાદ મગરીબ ના સમયે ટંકારીઆ માં અતિભારે વરસાદ વરસવાનું ચાલુ થતા જળસ્તર એકદમ વધવા માંડ્યું હતું અને ગુથણ સુધીના પાણી પાદરમાં ભરાઈ જવા પામ્યા હતા. આ લખાય છે ત્યારે પણ કાળાડિબાંગ વાદળો છવાયેલા છે અને ધીમે ધીમે વરસાદના છાંટાઓ પણ શરુ થઇ ગયા છે. અને પાણીની સપાટી સ્થિર થઇ ગઈ છે એટલે કે વરસાદી કાન્સ પાણી લેતું નથી. અને જો વધુ વરસાદ વરસસે તો પાણી ના સ્તર માં વધારો થાય તેવી સંભાવના સેવાઈ રહી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*