વિન્ટર ગ્રામ્ય નોકઆઉટ ટુર્નામેન્ટ નો ધમાકેદાર પ્રારંભ
ટંકારીઆ ગામના વિશાળ ક્રિકેટ ગ્રાઉન્ડ મુસ્તુફાબાદ ક્રિકેટ ગ્રાઉન્ડ પર આજથીસ્પોર્ટ્સ ક્લબ સંચાલિત વિન્ટર ગ્રામ્ય નોકઆઉટ ટુર્નામેન્ટ નો ધમાકેદાર પ્રારંભ થઇ ગયો છે. આજના આ ટુર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે મોટા મહાનુભાવોની હાજરી ઉડીને આંખે વળગી હતી.
ઉદ્ઘાટન સમારંભની શરૂઆત કુરાન શરીફના પઠનથી કરવામાં આવી હતી અને ત્યારબાદ ગામના સામાજિક કાર્યકર અબ્દુલ્લાહ કામઠીએ મુસ્તુફાબાદ ક્રિકેટ ગ્રાઉન્ડ ની સવિસ્તાર માહિતી આપી અને હવે પછી ભવિષ્ય માં મેદાનના કયા કામો ને પ્રાધાન્ય આપવાનું છે તેનો ચિતાર રજુ કર્યો હતો. અને ત્યાર બાદ ક્લબના સંચાલક ઝાકીર ઉમતાએ પોતાના ટૂંકા વ્યક્તવ્ય માં ગ્રાઉન્ડ ના વિકાસના કામોની લિસ્ટ રજુ કરી હતી. અને ત્યારબાદ મુખ્ય મહેમાન તરીકે પધારેલા ખાલીદભાઈ ફાંસીવાળાએ પોતાના વક્તવ્યમાં ગ્રાઉન્ડના વિકાસના કામોમાં યથાશક્તિ થી મદદ કરવાની બાહેંધરી આપી હતી. અને ત્યારબાદ રાષ્ટ્રગીત સાથે પ્રોગ્રામની સમાપનવિધિ થઇ હતી.
આ પ્રસંગે ગામ અને પરગામના અતિથિવિશેષો તથા ક્રિકેટ પ્રેમીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. જેમાં મુખ્યત્વે ખાલીદભાઈ ફાંસીવાળા, કોંગ્રેસ અગ્રણી સુલેમાનભાઈ પટેલ જોળવાવાળા, મિન્હાઝ ડેરોલવાળા, મકબુલ અભલી, તાલુકા પંચાયત સદસ્ય અબ્દુલ્લાહમાંમાં ટેલર, સઈદસાહેબ બાપુજી, ઉસ્માન લાલન, પૂર્વ સરપંચ આરીફ પટેલ, અબ્દુલકાદર ડેલાવાળા, મુહમ્મદ કામથી, રતિલાલભાઈ પરમાર, આસિફ ખોજબલવાળા, ઝાકીર સરપંચ વોરા સમની, જાબિર સરપંચ સીતપોણ, સિરાજ સેગવાવાળા, સલીમ અમદાવાદી, ફારૂક ડુંગરીવાળા, કરણ ટેલર, હારુન કોલવના, મુનાફ પઠાણ, દાઉદ કહાનવાળા, ઐય્યુબ કેપટન સરપંચ હિંગલ્લા, વલીભાઈ સરપંચ ઘોડી તથા ગામના પંચાયતના સદસ્યો, ક્રિકેટ પ્રેમીઓએ હાજરી આપી શોભામાં અભિવૃત્તિ કરી હતી. સમગ્ર પ્રોગ્રામનું સંચાલન ગામના સામાજિક કાર્યકર અબ્દુલ્લાહ કામઠીએ કર્યું હતું.
Leave a Reply