શાળા સિદ્ધિ કાર્યક્રમ હેઠળ ટંકારીઆ હાઈસ્કૂલનું બાહ્ય મૂલ્યાંકનનું આયોજન કરાયું
ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સાહેબની કચેરી દ્વારા શાળા સિદ્ધિ કાર્યક્રમ હેઠળ ટંકારીઆ હાઈસ્કૂલનું બાહ્ય મૂલ્યાંકનનું આયોજન કરાયું હતું. સરકારી માધ્યમિક શાળા સરસાડ ના આચાર્ય કલ્પેશકુમાર પટેલ, બી.ઈ.એસ. યુનિયન હાઈસ્કૂલ ભરૂચના આચાર્ય વિજયસિંહ સિંધા અને શ્રીમતી દિપ્તીબેન ભટ્ટ સી.આર.સી. ભરૂચ દ્વારા તા. ૧/૧/૨૦૨૧ ના રોજ શાળાની રૂબરૂ મુલાકાત લઇ શાળાની શૈક્ષણિક અને ભૌતિક સુવિધાઓનું મૂલ્યાંકન કરાયું હતું. શાળાની ઉપલબ્ધ ભૌતિક સુવિધાઓ તેમજ શાળાની અભ્યાસિક અને સહઅભ્યાસિક પ્રવુત્તિઓ અંગેની કામગીરી નિહાળી પ્રભાવિત થયા હતા. શૈક્ષણિક તેમજ બિનશૈક્ષણિક સ્ટાફ ની વિવિધ કામગીરી નિહાળી સલાહ સૂચન કરી શાળાના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના પાઠવી હતી.
Leave a Reply