વોરાસમની ખાતે ક્રિકેટ વિષયક રચનાત્મક મિટિંગ નું આયોજન થયું

ભરૂચ જિલ્લાના વોરાસમની ખાતે ગતરોજ રાત્રે લેસ્ટરથી પધારેલા સાજીદભાઈ કોન્ટ્રાક્ટરના ફાર્મહાઉસ પર આપણા જિલ્લામાં તથા વલણ, મેસરાડ, સાંસરોદ માં ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરતા કાર્યકરો ની એક મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. વહોરા પટેલ રત્ન મુનાફ પટેલ ની અધ્યક્ષતામાં આ મિટિંગ માં સાજીદભાઈ સહીત ઇસ્માઇલ મતદાર તથા મુબારકભાઈ ડેરોલવાળા, અબ્દુલ્લાહ કામથી, સુલેમાનભાઈ જોલવાવાળા તથા મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ અને સંચાલકો હાજર રહ્યા હતા. આ મીટીંગનો મુખ્ય મુદ્દો એ હતોકે આપણા સમાજમાંથી ક્રિકેટ ટેલેન્ટ ની શોધ કરી તેને વ્યવસ્થિત ટ્રેનિંગ આપી તેને ઉપલા સ્તરે મોકલવાની તંદુરસ્ત ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી જેમાં સમાજના દાનવીરોને આવા ઉભરતા ટેલેન્ટને મદદ કરી તેમને રાજ્ય તથા આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આગળ ધપાવવા ની હાકલ મુનાફ પટેલ દ્વારા કરવામાં આવી હતી અને ગ્રામ્ય ક્ષેત્રે ટુર્નામેન્ટનું આયોજન કરી પ્રતિભા ની શોધ કરી ઉપલા સ્તરે પહોંચાડવાની હામ ભીડી હતી. સાજીદભાઈ દ્વારા પધારેલા તમામ મહેમાનોનું સ્વાગત કરી સામુહિક ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. વોરાસમની ગામના નવયુવાનોએ તમામ મહેમાનોને શિસ્તબદ્ધ જમાડવાનું ઉમદા કાર્ય કરી મહેમાનોના દિલ જીતી લીધા હતા. જે બદલ તેમને સેલ્યૂટ કરવામાં આવે છે. આ મિટિંગમાં મોટી સંખ્યામાં નામી અનામી ક્રિકેટ રસિકો હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*