ક્રિકેટ રસિકો જોગ એક સંદેશ
ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે સ્પોર્ટ્સ ક્લબ ઓફ ટંકારીઆ દ્વારા મુસ્તુફાબાદ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહેલી ૩૦ ઓવર ઓપન અને ૩૦ ઓવર ગ્રામ્ય કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટ ની ફાઇનલ મેચ આજે એટલે કે શનિવારે અને રવિવારે રાખવામાં આવી હતી. પરંતુ હાલમાં કોવિદઃ૧૯ નો ભરડો સમગ્ર ભરૂચ જિલ્લા પર વધ્યો હોય તથા કલેક્ટર ભરૂચ ના હુકમ મુજબ અને ગુજરાત સરકારની ગાઇડલાઇન અનુસાર આ બંને ફાઇનલ મેચોને સ્થગિત કરવામાં આવી છે. આ ફાઇનલ મેચોનો હવે પછીનો શિડ્યુલ આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે. એમ સ્પોર્ટ્સ ક્લબ ઓફ ટંકારીયાના સંચાલકો એક યાદીમાં જણાવે છે.
Leave a Reply