ભરૂચ તાલુકાના સીતપોણ ગામમાં આવેલા એક તબેલામાં પશુપાલન માટે લાવેલા એક બકરાની ગરદન પર અલ્લાહ લખેલું ઉપસી આવતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું…

સીતપોણ ગામમાં આવેલા એક તબેલામાં પશુપાલન માટે લાવેલા એક બકરાની ગરદન પર અલ્લાહ લખેલું ઉપસી આવતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. વિશ્વ ફલક પર ઘણી બધી અજનબી ઘટનાઓ રોજ બરોજ આકાર લેતી હોય છે. પરંતુ અમુક ઘટનાઓ એવી અપવાદરૂપ હોય છે કે જેનો નોંધ અવશ્ય લેવી પડે એમ હોય છે. આવો જ એક કુદરતનો કરિશ્મા સીતપોણ ગામમાં સામે આવ્યો છે.

સીતપોણ ગામના રહીશ મૌલાના મુસ્તાક ભોલા છેલ્લા ઘણા વર્ષોથી પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓનો ગામની બહાર એક તબેલો આવેલો છે અને ત્યાં બકરા તેમજ ઘેટા રાખી પશુઓનું પાલન કરે છે. મુસ્તાકભાઈ રાજસ્થાનના બાડમેરથી એક બકરીનું બચ્ચુ લાવ્યા હતા. જે બચ્ચું કાળક્રમે મોટુ થતા તેના પર કુદરતી રીતે અલ્લાહનું નામ ઉપસી આવ્યું હતું. તબેલામાં અન્ય ઘણા બધા બકરા તેમજ ઘેટા છે પરંતુ માત્ર એક જ બકરા પર અલ્લાહનું નામ ઉપસેલું જોવા મળ્યું હતું. ગ્રામજનો આ ઘટનાને એક કુદરતનો કરિશ્મા હોય એવી ચર્ચા કરી રહ્યા છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*