ટંકારીઆ સીતપોણ તરફના કાન્સની સાફસફાઈ સંપન્ન થઇ
ભરૂચ તાલુકાના ટંકારીઆ થી સીતપોણ ગામ તરફ જતા વરસાદી કાન્સ કે જેમાં ઝાડી, ઝાંખળા, બાવળો તેમજ નાળી તેમજ ડાળ, ડાંખળા ઉગેલા હતા અને જેના વર્ષોથી સાફસફાઈ થઇ ના હતી. જેને કારણે ચોમાસામાં પાણીનો નિકાલ અટકી ગયો હોવાથી ગામના પાદરમાં તથા ગામના નીચાણવાળા વિસ્તારોમાં કેડ કેડ સુધી પાણી ભરાઈ જતું હતું જેથી પારાવાર નુકશાન થતું હતું. ગામની વર્ષો જૂની માંગણી વિશે વાગરા મતવિસ્તારના ધારાસભ્ય અરૂણસિંહ રાણા ને ગામના સરપંચ મુમતાઝબેન, મુસ્તુફાભાઈ ખોડા તથા લાલન ઉસ્માન અને ગામ આગેવાનોએ રજૂઆત કરતા ગામની વર્ષો જૂની માંગણી ધ્યાને રાખી મધ્ય સિંચાઈ યોજના અંકલેશ્વરના પેટા વિભાગ તરફથી નિકુંજભાઈ પટેલ, પાર્થ પટેલ, તથા એમ.પી.અટોદરિયા સાહેબના માર્ગદર્શન હેઠળ સરકારી મશીન દ્વારા કાન્સની સાફસફાઈ કરી ઊંડો કરેલ હતો જેનાથી ગામનો વર્ષો જૂનો ગામમાં પાણી ભરાવાના પ્રશ્ન નો નિકાલ થયો છે. જે બદલ ગામલોકો તંત્રનો આભાર વ્યક્ત કરે છે. આ કઠિન કામને પાર પાડવા બદલ તથા પ્રશંશનીય કામ કરવા બદલ આ મશીનના અનુભવી ઓપરેટર રાયસીંગભાઇ ખાંટ ને ગામ પંચાયત દ્વારા રોકડ રકમ તથા મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા.
Leave a Reply