ટંકારીઆ તથા પંથકમાં વહેલી સવારે ગુલાબી ઠંડીનો ચમકારો
ગુજરાતમાં ચોમાસાની વિધિવત વિદાય બાદ હવે શિયાળાના આગમન થવાના સંકેતો મળી રહ્યા છે. જેમાં આજે વહેલી સવારે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. જેમાં પવનની દિશા ઉત્તર – પશ્ચિમ થતા શિયાળાનું આગમન લગભગ થઇ ગયું છે. હવામાન વિભાગનું કહેવું છે કે, આગામી દિવસોમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે જેથી લોકોને કાતિલ ઠંડીનો સામનો કરવો પડશે. આગામી અઠવાડિયાંથીજ ઠંડીનો ચમકારો અનુભવાશે. તેમને એમ પણ આગાહી કરી છે કે ડિસેમ્બર અને જાન્યુઆરીમા આકરી ઠંડી પડશે.
Leave a Reply