ગત વર્ષની બાકી રહેલી ફાઇનલ મેચ યોજાઈ
ગત વર્ષે કોવિદ-૧૯ ની મહામારીના પગલે સ્પોર્ટ્સ ક્લબ ઓફ ટંકારીઆ આયોજિત વિલેજ ક્રિકેટ ટુર્નામેન્ટ ની ફાઇનલ મેચ આજરોજ મુસ્તુફાબાદ ક્રિકેટ મેદાન પર મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકોની હાજરીમાં ટંકારીઆ કે.જી.એન. તથા પરીએજ ઇલેવન વચ્ચે રમાઈ હતી જેમાં પરીએજ ઇલેવન નો શાનદાર વિજય થયો હતો.
માહિતી અનુસાર ગત વર્ષે કોવિદ-૧૯ ની મહામારીના પગલે સ્પોર્ટ્સ ક્લબ ઓફ ટંકારીઆ આયોજિત વિલેજ ક્રિકેટ ટુર્નામેન્ટ ની ફાઇનલ મેચ આજરોજ મુસ્તુફાબાદ ક્રિકેટ મેદાન પર ટંકારીઆ કે.જી.એન. તથા પરીએજ ઇલેવન વચ્ચે રમાઈ હતી. શરૂઆત કુરાન શરીફના પઠનથી થઇ હતી ત્યાર બાદ કોવિદ-૧૯ માં મૃત્યુ પામેલા લોકોના તથા ક્રિકેટ ક્ષેત્રે પોતાનું આગવું મેદાન ધરાવતા મર્હુમ અબ્દુલરઝાક બારીવાલાના ઓ ના માનમાં બે મિનિટનું મૌન પાડ્યું હતું.તથા ચાલુ વર્ષની ટુર્નામેન્ટ નો ઉદ્ઘાટન વિધિ સમારંભ પણ યોજાયો હતો.
આ ફાઇનલમાં પરીએજ ઈલેવને ટૉસ જીતી પ્રથમ દાવમાં ઉતારી નિર્ધારિત ૩૦ ઓવરોમાં ૧૭૬ રન ફટકાર્યા હતા જેના જવાબમાં ટંકારીઆ કે.જી.એન. ઈલેવને ૩૦ ઓવરમાં ૧૫૬ ફટકારતા પરીએજ ઈલેવનનો ભવ્ય વિજય થયો હતો.
મેચના અંતમાં ઇનામ વિતરણ સમારંભ યોજાયો હતો જેમાં આ મેચના મેન ઓફ ઘી મેચ પરિએજના ઉવેશ માસ્ટર બન્યા હતા તથા સમગ્ર ટુર્નામેન્ટ ના મેન ઓફ ઘી સિરીઝ ટંકારીઆ કે.જી.એન. ના નાઝીમ ઉમતા તથા બેસ્ટ બેટ્સમેન તરીકે કોલવના ગામના હારૂનભાઇ અને બેસ્ટ બોલર તરીકે ભેંસલી ગામના ઈમ્તિયાઝ પટેલ અને બેસ્ટ બેટ્સમેન તરીકે સીતપોણના મિલ્વી સુફિયાટ જાહેર કરાયા હતા.
આ મેચને નિહારવા ગામ તથા પરગામથી મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ ઉમટી પડ્યા હતા. મુખ્ય મહેમાનોમાં સુલેમાનભાઈ જોલવાવાળા, મુબારકભાઈ મિન્હાઝવાળા, વલણ ગામના માજી સરપંચ મુસ્તાક ટટ્ટુ, મેસરાડ સ્પોર્ટ્સ ક્લબના કર્તાહર્તા વાજિદ જમાદાર, ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પદાધિકારી ઇસ્માઇલભાઈ મતાદાર તેમજ ટંકારીઆ ગામના અગ્રણીઓમાં મુસ્તુફા ખોડા, ઉસ્માન લાલન તેમજ અગ્રણીઓ હાજર રહી મેચને શરુ થી અંત સુધી નિહાળી હતી.
અંતમાં ઇનામ વિતરણ સમારંભ યોજાયો હતો. અને ખેલાડીઓને ટ્રોફી તથા રોકડ રકમના ઇનામો વિતરણ કરવામાં આવ્યા હતા. સમગ્ર સમારંભનું સંચાલન ટંકારીઆ ગામના સામાજિક અગ્રણી અબ્દુલ્લાહ કામઠી દ્વારા કરવામાં આવ્યું હતું.
Leave a Reply