ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે સેવાલક્ષી કાર્યક્રમ યોજાયો.
રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાજનોને મળતો રહે અને પ્રજાની લાગણી માંગણી અને અપેક્ષા પૂર્ણ કરવા લોકહિતમાં સેવાલક્ષી કાર્યક્રમ વાગરા મત વિસ્તારના ધારાસભ્ય અરૂણસિંહ રાણા દ્વારા ગામના સેવાકીય અગ્રણીઓની માંગને આધારે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત વહીવટી પ્રક્રિયામાં પારદર્શિકતા લાવવા અને ગ્રામજનોને ઘરઆંગણેજ વિવિધ યોજના અને સેવાઓનો લાભ મળી રહે તેવા આશયથી ધારાસભ્યે પોતાની ટીમ ટંકારીઆ ગામે મોકલી હતી. લાભાર્થીઓએ સરકારની વિવિધ યોજનાઓ અને સેવાઓનો લાભ લીધો હતો. અને આ કાર્યક્રમમમાં આધારકાર્ડ, આવકના દાખલાઓ, વૃદ્ધ પેંશન યોજના તથા નવા ચૂંટણી કાર્ડ વગેરેની કામગીરી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય દ્વારા મોકલેલી ટીમના સભ્યો ઉપરાંત ગામ ના સરપંચ મુમતાઝબેન ઉસ્માન ભાઈ લાલન, ગામ પંચાયત ના સભ્ય શ્રી ઓ, તથા મુસ્તુફા ખોડા, રોશનબેન વૈરાગી, ઉસ્માન ભાઈ લાલન તેમજ ટંકારીઆ ગામના સેવાકીય આગેવાનો હાજર રહી ગામલોકોને માર્ગદર્શિત કર્યા હતા. આ કાર્યક્રમમાં ગામના મોટીસંખ્યામાં નાગરિકોએ લાભ ઉઠાવ્યો હતો. અત્રે યાદ અપાવવું જરૂરી છે કે આયુષ્યમાન કાર્ડ માટે ભરૂચ જિલ્લાના વિવિધ ગામોમાં સરપંચોની ચૂંટણી જાહેર થઇ ગઈ હોવાથી ઓનલાઇન લિંક બંધ રહેતા તે કાર્ડનું કાર્ય બંધ રાખવામાં આવ્યું હતું જે આગામી દિવસોમાં પરિપૂર્ણ કરવાની બાંહેધરી આપવામાં આવી હતી.
Leave a Reply