ટંકારીઆ ગામમાં પોલીસ પરેડ યોજાઈ
હાલમાં રમઝાન શરીફનો માસ ચાલુ હોય, મુસ્લિમ ગામોમાં શાંતિ અને સોહાર્દપૂર્વક સામાન્ય માનવી પણ તહેવાર ઉજવી શકે એ આશયથી ભરૂચ જિલ્લાના નવા વરાયેલા ડી.એસ.પી. સાહેબ ના આદેશથી આજરોજ ટંકારીઆ ગામે પોલીસ નો કાફલો ગામમાં આવી બંગલા સ્ટેન્ડ થી લઈને પાદર, બજાર થઇ નાના પાદર સુધી પરેડ યોજવામાં આવી હતી. આ કાફલા સાથે આવેલા ડી.વાય.એસ.પી. વિકાસ સુંદા સાહેબે પાદરમાં લોકોની વ્યક્તિગત રીતે ગામની પૃચ્છા કરી હતી. આ પરેડ સમગ્ર ગામમાં પગપાળા ફરી ગામની સ્થિતિનો અભ્યાસ કર્યો હતો.
Leave a Reply