ટંકારિયામાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો
આજરોજ તારીખ ૨૩/૬/૨૨ ને ગુરુવારના રોજ કન્યા કેળવણી તથા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત ટંકારીઆ ગામની પ્રાથમિક કન્યા તથા બ્રાન્ચ કુમાર શાળાના સંયુક્ત ઉપક્રમે મુખ્ય અતિથિ ભરૂચ તાલુકા વિકાસ અધિકારી ધ્રુવ પટેલ ના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં તાલુકા સદસ્ય અબ્દુલભાઇ ટેલર, સરપંચ ઝાકીરહુસેન ઉમતા, ડેપ્યુટી સરપંચ મુમતાજબેન ઉસ્માન લાલન તથા તલાટી ક્રમ મંત્રી તેમજ શાળાનો સ્ટાફગણ અને બાળકોની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધોરણ ૧ માં પ્રવેશ મેળવનાર બાળકો તથા આંગણવાડી માં પ્રવેશ મેળવનાર બાળકોને પુસ્તકો તથા સ્કૂલ બેગ વિગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું. તાલુકા વિકાસ અધિકારી દ્વારા તેમના ટૂંકા વક્તવ્યમાં બાળકોને અભ્યાસ અધૂરો ના રાખી પૂરો કરવા પાછળ જોર દેવામાં આવ્યું હતું તેમજ આ માટે શિક્ષકો તેમજ વાલીઓને આ બાબતે પૂરતું ધ્યાન રાખવા અપીલ કરવામાં આવી હતી. આ તબક્કે ગામના સરપંચ દ્વારા અધ્યક્ષ મહોદય તથા ગામ આગેવાનોનો આભાર વ્યક્ત કરી પ્રોગ્રામનું સમાપન કરવામાં આવ્યું હતું.
Leave a Reply