કે.પી. ઇન્ડસ્ટ્રીઝ ના ચેરમેન તથા સામાજિક આગેવાન ઉદ્યોગપતિ એવા ફારૂકભાઈ કે.પી. ની ગ્રામ પંચાયત ટંકારીઆ ની મુલાકાત

ગતરોજ તારીખ ૨ જુલાઈ ૨૦૨૨ ને શનિવારના રોજ કે.પી. ઇન્ડસ્ટ્રીઝ ના ચેરમેન તથા સામાજિક આગેવાન ઉદ્યોગપતિ એવા ફારૂકભાઈ કે.પી. એ તેમના અંગત મિત્ર અને ટંકારીયાના પનોતા પુત્ર અને વર્ષોથી સુરત ખાતે સ્થાયી થયેલા સલીમ દેગ સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં ફારૂકભાઈએ ટંકારીઆ ગામને સ્વચ્છતા અને આરોગ્યને ધ્યાનમેં લઈને તેમના તરફથી કચરાના નિકાલ માટે એક ટ્રેક્ટર તથા ફળિયે ફળિયે ફરી શકે તેવો કચરો ઉઠાવવા માટેનો ટેમ્પો તથા બે ટ્રેલર ભેટ આપી ગામના કચરાના નિકાલ માટે મહત્વનું યોગદાન આપવાનું વચન આપ્યું હતું. તથા પંચાયતને સલાહ સૂચન કરી લાંબો સમય એને ઉપયોગમાં લઇ શકાય તે માટે સમયસર તેની મરમ્મત પર ધ્યાન આપવા જણાવ્યું હતું સાથે સાથે સફાઈ કે જે આપણું અડધું ઈમાન છે તેનું મહત્વ પણ તેમને તેમના ટૂંકા વક્તવ્યમાં જણાવ્યું હતું. આ તબક્કે ગ્રામ પંચાયત ટંકારીઆ કે.પી. ઇન્ડસ્ટ્રીઝ ના ચેરમેન ફારૂકભાઈ તથા સલીમભાઇ દેગનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે.

1 Comment on “કે.પી. ઇન્ડસ્ટ્રીઝ ના ચેરમેન તથા સામાજિક આગેવાન ઉદ્યોગપતિ એવા ફારૂકભાઈ કે.પી. ની ગ્રામ પંચાયત ટંકારીઆ ની મુલાકાત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*