આજે ૧૨ રબીઉલ અવ્વલ જેને ઈદ એ મિલાદ ના નામથી પણ ઓળખવામાં આવે છે. ઈદ એ મિલાદની ઉજવણી ટંકારીઆ કસ્બામાં ભારે ધામધૂમથી કરવામાં આવે છે. માંહે રબીઉલ અવ્વલના પ્રથમ ચાંદથી હિજરી તારીખ ૧૨ સુધી મસ્જિદોમાં સિરતુન્નબી પર બયાનો કરવામાં આવે છે. અને ૧૨ માં ચાંદે મળસ્કાથી મસ્જિદોમાં સલાતો સલામ પઢવાનો સિલસિલો કે જે પેઢી દર પેઢીથી ચાલતો આવ્યો છે તે શરુ થઇ ફજરની અઝાન સુધી ચાલુ રહે છે. ત્યારબાદ ફર્ઝ્ નમાજ બાદ ગામમાં ઝુલુસ કાઢવામાં આવે છે અને સમગ્ર ગામમાં ફરીને જુમા મસ્જિદ સુધી પહોંચી ત્યાં સમેટાઈ જાય છે. અને ત્યારબાદ જામા મસ્જિદમાં હુઝૂર સલ્લલ્લાહો અલૈહે વસલ્લમના મુએ મુબારકની જિયારત કરી લોકો ફૈઝીયાબ થાય છે. અને ત્યારબાદ દરેક ઘરોમાં ફાતેહા ખાવાની, સલાતો સલામ, ઝિક્ર વગેરે પ્રોગ્રામ રાખી પોત પોતાની અકીદતનો ઈઝહાર કરે છે. અમુક લોકો મસ્જિદોમાં બેસી ઝિક્ર, નફલ નમાઝો પઢે છે. આમ ઈદ એ મિલાદ ની શાનદાર ઉજવણી કરવામાં આવે છે.
Leave a Reply