ટંકારીઆ પાસે ગમખ્વાર અકસ્માતમાં બે નવયુવાનોના કરુણ મોત
આજ રોજ ટંકારીઆ ગામ પાસે ટંકારીઆ પાલેજ જતા રોડ પર ડેલાવાળા સર્વિસ સેન્ટર પાસે વણાંક પર એસ.ટી. બસ અને મોટરબાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ટંકારીઆ ગામનો તથા મનુબર ગામનો આમ બે નવયુવાનોના ઘટના સ્થળે મોત નિપજતા ટંકારીઆ ગામમાં શોકનું મોજું ફેલાઈ ગયું છે.
બનાવની વિગત એમ છે કે, ટંકારીઆ થી પાલેજ તરફ જતી એસ.ટી. બસ નંબર જીજે ૧૮ ઝેડ ૧૯૨૮ અને પાલેજ થી ટંકારીઆ તરફ આવતી મોટરસાયકલ કે જેના પર ટંકારીઆ ગામનો આકિલ ફારૂક અહમદહાજી ભુતા અને એના મામાનો છોકરો મૂળ મનુબર ગામનો યાહ્યા યાસીન માવડીયા ને ડેલાવાળા સર્વિસ સેન્ટર પાસે વણાંક પર ગમખ્વાર અકસ્માત નડતા મોટરરસાયક્લ સવારો આકિલ ફારૂક અહમદહાજી ભુતા અને યાહ્યા યાસીન માવડીયાનું ઘટના સ્થળે મોત નિપજતા ટંકારીઆ ગામમાં શોકનું મોજું ફેલાઈ જવા પામી ગયું છે. બંને નવયુવાનો આશરે ૨૨ થી ૨૪ વર્ષની ઉમર ધરાવતા નવયુવાનો હતા.
ઘટનાની જાણ પાલેજ પોલીસ સ્ટેશને થતા પાલેજ પી.આઈ. પાટીદારે બંને મૃતકોને પાલેજ ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા હતા. તથા પી. આઈ પાટીદારે ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર બસ ચાલક હનીફ અલી હસન મીયાંજી તથા કંડક્ટર પાલેજ પોલીસ સ્ટેશનમાં હાજર થઇ ગયા છે.
INNA LILLAHE WAINNA ILAYHE RAJEUN. NAMAJ E JANAJA WILL HELD AT HASHAMSHAH [RA] GRAVEYARD AT 9PM TODAY. MAY ALLAH [SWT] GRANT THEM IN TO JANNATUL FIRDAUSH. AMEEN.
Leave a Reply