Progressive Tankaria Mustak Daula Posted on Saturday 10 December 2022 Posted in News No Comments ટંકારીઆ ગામની નવસર્જન વિકાસ પેનલ દ્વારા હાલમાં પારખેત રોડ ઉપર આવેલી સુકુન સોસાયટીમાં પારખેત તરફ જવાના મુખ્યમાર્ગ પરથી ઇશાક બશેરીના ઘર સુધી ૩ ની પીવાના પાણીની લાઈન તાલુકા પંચાયતની ૧૫માં નાણાપંચની ગ્રાન્ટમાંથી તાલુકા સદસ્ય અબ્દુલસમદ ટેલર ઉર્ફે લલ્લુમામાં ની ભલામણથી મંજુર થયેલી ગ્રાન્ટ માંથી આશરે ૨૫૦ મીટર લાંબી અંદાજિત રૂપિયા ૧૦૦૦૦૦/- એક લાખ રકમની લાઈન નાંખવામાં આવી. આ કામ હાલમાં ગ્રામ પંચાયત દ્વારા સફળતા પૂર્વક પાર પાડવામાં આવ્યું. આ તબક્કે ગ્રામ પંચાયત ટંકારીઆ તાલુકા સદસ્ય અબ્દુલસમદ ટેલરનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. ઝાકીરહુસેન ઇસ્માઇલ ઉમતા સરપંચ
Leave a Reply