ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે ભરૂચ થી પાલેજ તરફ જતા મેઈન રોડ પર અડોલ ચોકડી પાસે મુખ્ય રસ્તાની નીચેથી પસાર થતી ભૂંગળા વાળી ગટરની એકબાજુનો ભાગ ધરાશાયી થઇ ગયો છે. જેને કારણે રસ્તાની નીચેના ભૂંગળાને મોટું નુકશાન થયું છે. આ પહેલા ગામના વહીવટદારે અને તલાટીએ પી.ડબ્લ્યુ.ડી. ના અધિકારીઓને લેખિતમાં પણ જાણ કરેલ હોવા છતાં તેની મરમ્મત ના થતા આખરે ગત રોજ દીવાલ ધરાશાયી થઇ ગઈ છે. અને ભવિષ્યમાં પણ જો આનું મરમ્મત કરવામાં નહિ આવે તો મુખ્ય રોડ ની નીચેના ભૂંગળાઓ ક્ષતિગ્રસ્ત થઇ જશે તો આખો મુખ્ય રસ્તો બંધ કરવો પડશે એવી ભીતિ સેવાઈ રહી છે. અત્રે જણાવવું જરૂરી છે કે, આ ગટર ની બિલકુલ નજીક સરકારી શાળાઓ પણ આવેલી છે અને શાળાના વિદ્યાર્થીઓને કોઈ જાનહાની ના થાય તથા ભરૂચ થી પાલેજ તરફ જતો મુખ્ય રસ્તો બંધ ના થઇ જાય તે હેતુ તંત્ર તાત્કાલિક ધોરણે સમારકામ કરે એવી ગ્રામજનોની માંગ ઉઠી છે.
Leave a Reply